
રિપોર્ટર :- સુમિત વણઝારા/સૌરભ ગેલોત
ઝાલોદ તાલુકાના મલવાસી ગામે અજાણ્યા ઇસમો દ્વારા ગૌવંશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા ચકચાર: ગૌરક્ષકોમાં રોષ..
ગૌરક્ષકોની ટીમે લીમડી તેમજ ચાકલિયા પોલીસની મદદથી મલવાસી ગામે દરોડો પાડી 220 કિલો જેટલો ગૌવંશ ઝડપી પાડ્યો.
પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પશુ નિવારણ ધારા અંતર્ગત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી.
લીમડી તા.07
ઝાલોદ તાલુકાના મલવાસી ગામે ગૌવંશની હત્યા કરી હોવાની બાતમી ગૌરક્ષકો ની ટીમને થતા બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે મલવાસી ગામના તળાવની ભાગે તપાસ કરતા એક ગાયની કુરતાપૂર્વક હત્યા કરી લાશ મળી આવતા ગૌરક્ષકો ની ટીમ ચોકી ઉઠી હતી. ત્યારબાદ બનાવની જાણ ચાકલીયા પોલીસને કરાતા ચાકલીયા પોલીસે 200 કિલો જેટલો ગૌવંશના માસને જપ્ત કરી અજાણ્યા લોકો વિરોધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મલવાસી ગામે અજાણ્યા ઈસમો દ્વારા ગૌવંશની ક્રૂર રીતે હત્યા કરી ગાયનું કતલ કર્યો હોવાની બાતમી લીમડીના ગૌરક્ષકો ધર્મેશભાઈ ગારી કાનાભાઈ ગારી, જીતુભાઈ ગારી અરવિંદભાઈ ગારી, જીતુભાઈ નાનાભાઈ ગારી સહિતના ગૌરક્ષકો ની ટીમને થતા તેઓએ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ, તેમજ લીમડી પોલીસને જાણ કરી હતી. જે બાદ ગૌરક્ષકો ની ટીમે લીમડી તેમજ ચાકલિયા પોલીસની મદદ લઈ મલવાસી ગામના તળાવના ભાગે બાતમીના આધારે દરોડો પાડતા એક ગૌ વંશ કુરતાપૂર્વક હત્યા કરેલ હાલતમાં મળી આવતા પોલીસ તેમજ ગૌરક્ષકો ની ટીમ ચોકી ઉઠી હતી.. હાલ આ મામલે પોલીસે અંદાજે 220 કિલો જેટલા ગૌવંશ ને જપ્ત કરી અજાણ્યા ઇસમો વિરુદ્ધ પશુ નિવારણ ધારા અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.