
સુમિત વણઝારા, દાહોદ
દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..
દાહોદ તા.25
દાહોદના છાપરી ખાતે નવ નિર્મિત ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે દિપાવલીના પાવન અવસરે 1111 દીવડા પ્રગટાવી દિપાવલી પર્વની કમલમ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ દાહોદના ભારતીય જનતા પાર્ટીના નવીન કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા દિપાવલીના શુભ પાવન અવસરે ૧૧૧૧ દીવડાઓ પ્રગટાવી અને દીપાવલી પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંજના સાડા સાત કલાકથી રાત્રિના નવ કલાક સુધી ઉજવવામાં આવી હતી જેમાં આજરોજ તારીખ 24-10-2022 ને સોમવારનાં રોજ દિવાળી પર્વની ઉજવણી કરાતી હોય ત્યારે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્રારા પણ દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી 1111 દીવડાઓ કમલમ કાર્યાલય ખાતે પ્રગટાવી અને સાંજના સાડા સાત વાગ્યાથી લઈને રાત્રીના નવ વાગ્યાં સુધી ઉજવણી કરવામાં આવી હતી.