
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના પીએચસી કેન્દ્રખાતે પોક્સો એક્ટ બાળ લગ્ન અંગેનો માર્ગદર્શન કેમ્પ યોજાયો…
દાહોદ તા.12
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે મહિલાઓને કાયદાકીય અને યોજનાકીય માર્ગદર્શન માટેના આયોજનમાં મોટી ખરજ ગામની મહિલાઓને પોક્સો અને બાળ લગ્ન અટકાવવા માટેની તમામ માહિતી પુરી પાડવામાં આવી હતી જેમાં મોટી ખરજ ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહી હતી આ કાર્યક્રમ દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદ પોલીસ વિભાગ ICDS દાહોદ ની કચેરી મહિલા અને બાળ અધિકારીની કચેરી દાહોદ ના સંયુક્ત ઉપક્રમે આ જાગૃતિ કેળવવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને મેડિકલ તપાસનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓએ મેડિકલ તપાસ પણ કરાવી હતી જેમાં આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત લોકોમાં પોક્સો એક્ટ અને બાળ લગ્ન અટકે તે માટેનું પૂરેપૂરું માર્ગદર્શન અપાયું હતું જેમાં મહિલાઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા પોક્સો એક્ટ અંગેની માહિતી અપાઈ હતી તેનાથી કઈ રીતે બચી શકાયઃ અને કાળજી લેવાય તે માટે તેમજ કઈ રીતે કાનૂની સેવા મેળવી શકાયઃ તે માટેનું પણ ઉપસ્તિથ તમામ બહેનોને માર્ગદર્શન અલગ અલગ વિભાગો દ્રારા આપવામાં આવ્યું હતું અને આ રીતે દાહોદના મોટી ખરજ ગામના પીએચસી કેન્દ્ર ખાતે પોક્સો એક્ટ અને બાળ લગ્ન જેવા મુદ્દાઓ ઉપર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન પુરૂ પડાયું હતું.