દાહોદ તાલુકાના કતવારા ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: યાંત્રિક ઉપકરણો સહિત 35,000 ના માલમત્તાની ચોરી…

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના કતવારા ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: યાંત્રિક ઉપકરણો સહિત 35,000 ના માલમત્તાની ચોરી…

દાહોદ તા.૦૭

દાહોદ તાલુકાના કતવારા ગામે આવી એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કરી પ્રાથમીક શાળામાંથી પંખા, એલ.ઈ.ડી. ટી.વી. અને પ્રિન્ટરની ચોરી કુલ કુલ રૂા. ૩૫,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો જિલ્લામાં આવેલ પ્રાથમીક શાળાાઓને નિશાન બનાવી રહ્યાં છે અને પ્રાથમીક શાળામાંથી સરસામાન વિગેરે ચોરી કરી લઈ જઈ રહ્યાં છે ત્યારે આ મામલે પોલીસે ઘનિષ્ટ તપાસનો ધમધમાટ આરંભ કરી પ્રાથમીક શાળામાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે ત્યારે પ્રાથમીક શાળામાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ગત તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ કતવારા ગામે આવેલ ગાડી ફળિયા પ્રાથમીક શાળામાં તસ્કરોએ રાત્રીના કોઈપણ સમયે પ્રાથમીક શાળાને નિશાન બનાવી શાળાના મકાનનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાેં હતો. મકાનમાંથી તસ્કરોએ પંખા નંગ. ૦૫, એક એલ.ઈ.ડી. ટી.વી. અને એક પ્રિન્ટર મળી કુલ રૂા. ૩૫,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.

આ સંબંધે કતવારાની વાડી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરના પશુપતિ નગર, ગોદી રોડ ખાતે રહેતાં રંગલીબેન વીરસીંગભાઈ મંડોડે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Share This Article