કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને કચડ્યા:અરવલ્લી જિલ્લાના કૃષ્ણપુર પાસે સર્જાઈ કરુણાતિકા:બેકાબુ ઇનોવા ગાડીએ અંબાજી પગપાળા જતા સંઘના યાત્રાળુઓને કચડ્યા:7 ના ઘટના સ્થળે મોત: 9 ઇજાગ્રસ્ત 

Editor Dahod Live
3 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

કાર ચાલકે અંબાજી જતા પદ યાત્રીઓને કચડ્યા:અરવલ્લી જિલ્લાના કૃષ્ણપુર પાસે સર્જાઈ કરુણાતિકા...

બેકાબુ ઇનોવા ગાડીએ અંબાજી પગપાળા જતા સંઘના યાત્રાળુઓને કચડ્યા:7 ના ઘટના સ્થળે મોત: 9 ઇજાગ્રસ્ત 

 મરણ પામનાર યાત્રાળુઓમાં બે કાલોલ,બે દાહોદ જિલ્લાના લીમખેડાના, બે મેઘરજ તાલુકાના યાત્રાળુઓનો સમાવેશ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મરણ જનાર યાત્રાળુઓને પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત: ઇજાગ્રસ્તો ને 50,000 ની સહાયની જાહેરાત…

મહારાષ્ટ્રના પુણે થી ઉદયપુર જઈ ઈંનોવા કારના ચાલકને ઝોખું આવતા સર્જાયો ગોઝારો અકસ્માત: ચાલક સતત 20 કલાકથી ડ્રાઇવિંગ કરતો હોવાનું બહાર આવ્યું..

દાહોદ તા.02

અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે , જેમાં એક ઇનોવા કારચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને કચડ્યા છે , જેમાં 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે , જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે . તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે . પ્રાપ્ત

માહિતી અનુસાર ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો . ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે , જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ ગયો હોત તેમ નજરે જોનાર લોકોનું કહેવું છે..

અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે , જેમાં એક ઇનોવા કારચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને કચડ્યા છે , જેમાં 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે , જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે . તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે . પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો . ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે , જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ જોવાઈ રહી હતી..

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના નામ 

• જાદવ પંકજભાઈ રમણભાઈ- ઉંમર 23 વર્ષ

પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ- ઉંમર 23 વર્ષ

સંજયકુમાર નરેશભાઈ તિલવાડ- ઉંમર 27 વર્ષ

અપશીંગભાઈ સોનિયા બારીયા- ઉંમર 29 વર્ષ . . •

સુરેશભાઈ મોહનભાઈ બામણીયા- ઉંમર 54 વર્ષ • એક

અજાણ્યો ઈસમ .

• વિજય ( હાથમાં લખેલ કડા ઉપરથી )

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નામ 

ખુમાનસિંહ મંગળસિંહ પરમાર

• રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ

અતુલ ઉદેસિંહ પરમાર

• ભુપેન્દ્ર સિંહ રતિલાલ ચૌહાણ

શૈલેષભાઈ કાળાભાઈ ભટ્ટ . . .

મૃતકોના પરિવારજનોને રૂ .4 લાખની સહાયની જાહેરાત…

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે . તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે . અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું . રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ . 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ . 50 હજારની સહાય આપશે . 

Share This Article