Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના ચોસાલા ગામે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવતા ઇમરજન્સી 108 સેવાના ઈ.એમ.ટી પાઇલોટ..!!

August 20, 2022
        594
દાહોદ તાલુકાના ચોસાલા ગામે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવતા ઇમરજન્સી 108 સેવાના ઈ.એમ.ટી પાઇલોટ..!!

રાજેન્દ્ર શર્મા :- દાહોદ

દાહોદ તાલુકાના ચોસાલા ગામે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવતા ઇમરજન્સી 108 સેવાના ઈ.એમ.ટી પાઇલોટ..!!

ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાના EMT સુશીલાબેન પટેલ તેમજ પાઇલોટ બકુભાઇ પટેલ દ્વારા સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક  પ્રસુતિ કરાવી

પ્રસુતા મહિલાના પરિવારજનોએ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેઓની સરાહના કરી

દાહોદ તા.20

દાહોદ તાલુકાના ચોસાલા ગામે 25 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જતા   રસ્તામાં પ્રસવ ની પીડા ઉપડતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી પાઇલોટે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી. પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુ સ્વસ્થ જણાતા તેઓને ભાઠીવાડા સીએસસી સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના સોસાલા ગામની 25 વર્ષીય રેશમાબેન દલુભાઈ ડામોર નામક સગર્ભા મહિલાને સવારના 11 વાગ્યાના આસપાસ પ્રસુતિની પીડા ઉપડી હતી. જે બાદ રેશ્માબેન ના પરિવારજનો ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને કોલ કરતા ઇમરજન્સી 108 સેવાના EMT સુશીલાબેન પટેલ તેમજ પાઇલોટ બકુભાઈ પટેલ સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવા માટે હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા. જોકે રેશમાબેન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેઓની પ્રસવની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના EMT સુશીલા પટેલ તેમજ બકુભાઇ પટેલ દ્વારા એમ્બ્યુલન્સમાં જ રેશ્માબેનની પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. 108 એમ્બ્યુલન્સના EMt પાઈલોટે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતા માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ હાલતમાં જણાતા તેઓને વધુ સારવાર અર્થે ભાઠીવાડા સીએસસી સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રેશમાબેનના પરિવારજનોએ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેઓની સરાહના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!