Tuesday, 16/04/2024
Dark Mode

ગુજરાત અર્ધ લશ્કરી સંગઠન દ્વારા ચાર જિલ્લાની જનજાગૃતિ રેલી મહીસાગર જિલ્લામાં કાઢવામાં આવી.

August 21, 2022
        1256
ગુજરાત અર્ધ લશ્કરી સંગઠન દ્વારા ચાર જિલ્લાની જનજાગૃતિ રેલી મહીસાગર જિલ્લામાં કાઢવામાં આવી.

બાબુ સોલંકી, સુખસર

 

ગુજરાત અર્ધ લશ્કરી સંગઠન દ્વારા ચાર જિલ્લાની જનજાગૃતિ રેલી મહીસાગર જિલ્લામાં કાઢવામાં આવી.

 

ગુજરાત અર્ધ લશ્કરી સંગઠનનમાં દાહોદ,છોટાઉદેપુર, પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના નિવૃત્ત અર્ધલશ્કરી સૈનિકો દ્વારા રેલી કાઢવામાં આવી.

 

રેલીનું આયોજન સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ પટેલ તથા મહીસાગર જિલ્લા પ્રમુખ રમણભાઈની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરાયું.

 

પ્રજા અર્ધલશ્કર વિશે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરાયું હતું.

 

 સુખસર,તા.21

 

ગુજરાત અર્ધલશ્કરી સંગઠનની જનજાગૃતિ રેલીનું આજરોજ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ પટેલ તથા મહીસાગર જિલ્લાના સંગઠન પ્રમુખ રમણભાઈ ની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આયોજન કરવામાં આવ્યું હતું.રેલી સંતરામપુર ના વિવિધ માર્ગો ઉપર ફરી અર્ધલશ્કરી દળ બાબતે પ્રજામાં લોક જાગૃતિ આવે તે હેતુથી આ રેલીનું આયોજન કરી ભારત માતાકી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા.

        પ્રાપ્તિ વિગતો મુજબ આજરોજ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તથા મહીસાગર જિલ્લાના નિવૃત્ત અર્ધલશ્કરી દળ ના આગેવાનો દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્ધલશ્કર વિશે લોકો જાણે સમજે તે હેતુથી જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલી સંતરામપુરના વિવિધ માર્ગો ઉપર સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુ થી નીકળી નગરના પોલીસ સ્ટેશનથી મામલતદાર ઓફિસ થઈ બસ સ્ટેશનથી મોટા બજાર થી પરત સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુ સર્કલ સુધી કાઢવામાં આવી હતી.

         આજની રેલીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અનિલભાઈ તથા તુલસીભાઈના ઓ પણ જોડાયા હતા. રેલીમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ વસંતભાઈ,દાહોદ જિલ્લા પ્રમુખ વીરાભાઇ,મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ હીરાભાઈ તેમજ અન્ય હોદ્દેદારો સહિત મહીસાગર સંગઠન સમિતિના સહિદ પરિવારના સભ્યો અને નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા. જેમાં દાહોદ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ સાગરબેન અને મહીસાગર મહિલા સંગઠન પ્રમુખ નર્મદાબેન તેમજ અન્ય વીરાંગના બહેનો વિરનારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી રેલીમાં ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!