દાહોદ તાલુકાની દેલસર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

Editor Dahod Live
1 Min Read

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ

દાહોદ તાલુકાની દેલસર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

દેલસર ગ્રામ પંચાયતના સરપંચ બબલી બેન શેતાન ભાઈ પરમાર, ઉપસરપંચ રાહુલભાઈ મોતીભાઈ પરમાર,શેતાનભાઈ મનુભાઈ પરમાર,તેમજ ગામના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

પ્રાથમિક શાળામાં યોજાયેલા ધ્વજ વંદન કાર્યક્રમમાંપ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો તેમજ ગ્રામજનો જોડાયા..

દાહોદ તા.16

સમગ્ર ભારતમાં 76 મો સ્વાતંત્ર દિવસ રંગેચંગે ઉજવાયો હતો. સાથે સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર-ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે દાહોદ માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે

યોજાયો હતો.સાથે સાથે દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે દાહોદ તાલુકાના દેલસર ગામની પ્રાથમિક શાળામાં દેલસર ના સરપંચ શ્રીમતી બબલીબેન શેતાન ભાઈ પરમારની અધ્યક્ષતામાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

હતો.જેમાં શેતાનભાઇ મનુભાઈ પરમાર, ઉપ સરપંચ શ્રી રાહુલભાઈ મોતીભાઈ નીનામા ગ્રામ પંચાયત, ગામના અગ્રણીઓ સ્કૂલના બાળકો શિક્ષકો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article