કપિલ સાધુ :- સંજેલી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંજેલી પોલીસ પરિવાર દ્વારા વિશાળ તિરંગા રેલી યોજાઈ.
ભારત માતાકી જય. વંદે માતરમ જેવા દેશભક્તિના સુત્રો સાથે પોલીસ દ્વારા નગરમાં તિરંગા ની આન બાન શાન સાથે સંજેલી નગરમાં નીકળી હતી રેલી .
સંજેલી તા.14
આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી અને સંસ્કૃતિ તથા સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસ ની ઉજવણી કરવામાટે દેશ ના વાડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દવારા કરવામાં આવેલ પહેલ ને અનુરૂપ સર્વે દેશ પ્રેમીઓ આપણા આ વિશેષ પર્વની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે .. ત્યારે સંજેલી પોલીસ પરિવાર પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થઈ અને તિરંગા સાથે સંજેલી નગરમાં તિરંગા રેલી નીકળી હતી.
સંજેલી ટાઉન પોલીસ મથકના પીએસઆઇ જી બી રાઠવાની આગેવાનીમાં સંજેલી ખાતે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સંજેલી પોલીસ મથક ના પોલીસ કર્મચારીઓ દ્વારા તિરંગા સાથે સંજેલી પોલીસ મથકે થી તિરંગા રેલીની શરૂઆત કરવામાં આવી હતી . સંજેલી મેન બજારમાં થઈ અને સંજેલી અનાજ માર્કેટ મુખ્ય રોડ થી આગળ જઈ અને સંજેલી ભાણપુર ક્રોસિંગ વળાંકથી કન્યા વિદ્યાલય મુખ્ય માર્ગ પર થઈ અને નવા બસ સ્ટેન્ડ માર્ગ ઉપર થઈને સંજેલી પોલીસ મથકે તિરંગા રેલી નીકળી હતી જેમાં પોલીસ પરિવારના જવાનો દ્વારા ભારત માતાકી જય, વંદે માતરમ, ઈન્કલાબ જિંદાબાદ ના
સૂત્રોચાર સાથે સંજેલી નગર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને દેશભક્તિના સૂત્રો સાથે સંજેલી નગર ગુંજી ઉઠ્યું હતું ..