રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના માંડવ ગામે ઉંચાણવાસ ફળિયામાંથી પોલીસે ગૌ માસ ઝડપી પાડ્યું
પોલીસે ઘટનાથી 120 કિલોગ્રામ ગૌમાસ તેમજ ગૌ માસ કાપવામાં ઉપયોગમાં લીધેલ હથિયારો ઝડપી પાડ્યા..
ધાનપુર તા.૧૩
મળતી વિગતો અનુસાર ધાનપુર તાલુકાના ઉંચાણવાસ ફળિયામાં દેવાભાઈ પારીયા ભાઈ તડવી તેમજ પ્રેમાભાઈ ધનાભાઈ તડવી બંને રહે માંડવ ગામના એક બીજાના મેળા પીપળાથી માંડવ ગામે ટેકરી ઉપર આવેલ ઝૂંપડામાં ગૌવંશ કાપીને તેના માસને સગેવગે કરી રહ્યા હોવાની બાતમી ધાનપુર પોલીસને મળી હતી બાતમી મળતાની સાથે ધાનપુર પોલીસ એક્શનમાં આવીને રેડ કરતા કતલ કરેલો ગૌમાસનો 120 કિલોગ્રામ કિંમત રૂપિયા 12000 તથા કાપવામાં ઉપયોગ લીધેલ હથિયારો મુદ્દા માલ પકડી પાડ્યો હતો. પોલીસને જોઈને ગૌમાસ મૂકીને તસ્કરો નાસી છુટયા હતા આ બાબતે ધાનપુર પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2011 ના સુધારા 2017 ની કલમ તથા તે પ્રાણીકૃતા અધિનિયમ 1960 ની કલમ મુજબ ગુનો નોંધી આરોપ અને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા