Sunday, 08/09/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના દેગાવાડા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો,વનવિભાગ દ્વારા કુવાને કોર્ડન કરી રેસ્ક્યુ શરૂ કર્યો…

June 24, 2021
        1708
દે.બારિયા તાલુકાના દેગાવાડા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો,વનવિભાગ દ્વારા કુવાને કોર્ડન કરી રેસ્ક્યુ શરૂ કર્યો…

રાહુલ મહેતા :-  દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો.

શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્યો

કેરી લેવા ગયેલી મહિલાએ જોયું તો કુવા માં દીપડો હતો.

વનવિભાગ દ્વારા દિપડાને કુવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવશે 

દાહોદ તા.24

દે.બારિયા તાલુકાના દેગાવાડા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો,વનવિભાગ દ્વારા કુવાને કોર્ડન કરી રેસ્ક્યુ શરૂ કર્યો...

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે શિકારની શોધમાં આવેલા એક વન્ય પ્રાણી દીપડો કૂવામાં ખાબક્યો વનવિભાગ દ્વારા કૂવાને કોર્ડન કરી સાંજ થવાની રાહ દેખાય રેસ્ક્યુ કરી કૂવામાંથી દિપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાશે.

  પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે વળાંક ફળિયામાં રહેતા પ્રતાપભાઈ રામસિંગભાઈ ના ખેતરમાં આવેલ પાણી વગરના કૂવામાં શિકારની શોધમાં આવેલો વન્ય પ્રાણી દીપડો રાત્રિના સમયે કુવામાં ખાબકયો હતો ત્યારે વહેલી સવારે કુવા ની નજીકમાં આવેલ આંબાના ઝાડ ઉપર કેરી લેવા ગયેલી એક મહિલાને કૂવામાંથી અવાજ આવતા તેને કૂવામાં જોતા કુવા માં દીપડો પડયો હોવાનું જણાતા તેને આ વાત ગામના આગેવાનો ને કરતા ગામલોકોએ કુવા ઉપર જઈ ને જોતા દીપડો કૂવામાં કણસતો હતો આ બનાવની જાણ દેવગઢ બારિયા રેન્જ ના આર એફ ઓ પુરોહિતને કરતા તેઓ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયેલા અને મોટી સંખ્યામાં દિપડો જોવા આસપાસના ગામોમાંથી દોડી આવેલા લોકોને આ કુવા થી દૂર ખસેડી કૂવાને કોર્ડન કરી કુવા ની ઉપર ગ્રીન નેટ બિછાવી સાંજ પડવાની રાહ જોવાઇ રહી હતી ત્યારે દીપડા ને જોતા આ દીપડો ૫ થી ૬ વર્ષની ઉંમરનો નર દીપડો હોવાનું અને દીપડો શિકારની પાછળ પડયો હોવાથી રાત્રિના અંધારામાં તે કુવામાં ખાબક્યો હોવાનુ જણાઈ આવ્યું હતું. દિપડો કુવામાં ખાબકતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાંજે અંધારું પડવાની રાહ જોવાઇ રહી હતી કેમકે જો દીવસે રેસ્ક્યું હાથ ધરવામાં આવે તો દીપડો માનવ વસ્તી તરફ઼ કે પછી અન્ય કોઇ ગ્રામજનો ઉપર હુમલો કરી દે જેથી રાત્રિ ના રેસક્યું હાથ ધરી તેને જંગલ તરફ ભગાડી મુકાઈ તેમ આર એફ ઓ એ જણાવ્યુ હતુ આમ શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબકયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!