ઈરફાન મકરાણી :- દેં. બારીયા
દે.બારિયા પ્રાથમિક શિક્ષક સંઘના 900 શિક્ષક ભાઈઓ અને બહેનો OPS ની રેલીમાં ભાગ લેશે
દેં. બારીયા તા.02
ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા તેમ જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ જૂની પેન્શન યોજના માટે તારીખ 3/9/ 2022 ને શનિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ છે આ રેલીમાં દેવગઢબારિયા તાલુકામાંથી દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બુધાભાઈ પરમાર ના નેજા હેઠળ તેમજ મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠવા સાહેબ, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ભરતભાઈ નીનામા સાહેબ, રાજ્ય પ્રતિનિધિ જિલ્લા પ્રતિનિધિ, જિલ્લા કારોબારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ મહેશભાઈ ના માર્ગદર્શન હેઠળ આ રેલી કાર્યક્રમ માં સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે બપોરે 2:00 થી 4:00 ની વચ્ચે કરવામાં આવેલ છે
આ આયોજનમાં સદર સરકાર સામે પોતાના પડતર પ્રશ્નોની માગણી અને મુખ્ય મુદ્દો ઓલ્ડ પેન્શન સ્કીમ ( OPS)માટે દેવગઢબારિયા તાલુકામાંથી લગભગ 900 શિક્ષકો આ રેલીમાં જોડાવાના છે જેમાં દેવગઢબારિયા તાલુકા મહિલા પ્રમુખ શ્રી શ્વેતાબેન તેમજ મંત્રી તેજલબેનના માર્ગદર્શન હેઠળ 300 ઉપર બહેનો પણ આ રેલી માં દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે બપોરે 2:00 થી 4:00 ના સમયમાં ભાગ લેવાની છે.
દેવગઢબારિયા તાલુકામાંથી 12:30 વાગે તમામ શિક્ષકો દાહોદ જવા માટે ભેગા થશે અને કાર્યક્રમ સફળ બનાવવા તેમજ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા પોતાના જોર અને જુસ્સા સાથે દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે બપોરે 2:00 થી 4:00 ના સમય દરમિયાન પહોંચી જશે અને પોતાના મુખ્ય મુદ્દો જૂની પેન્શન યોજના (OPS)જે પોતાનો હક છે તે લેવા માટે તમામ કર્મચારી મંડળ એક થઈને તેનો સામનો કરશે.