ઈરફાન મકરાણી :- દેં બારીયા.
દે.બારીયા તાલુકાના દેગાવાડા ગામની પ્રાથમિક શાળામાં 73 માં વન મહોત્સવની ઉજવણી કરાઈ…
દેં. બારીયા તા.02
દેવગઢબારીયા તાલુકા ના 73 માં વન મહોત્સવ ની ઉજવણી દેગાવાડા પ્રાથમિક શાળા ખાતે પૂર્વ મંત્રી અને દેવગઢબારીયા ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. તાલુકા કક્ષાની આ ખાસ ઉજવણી માં વનવિભાગ
દેવગઢબારીયા ના વન સંરક્ષકશ્રી આર એમ પરમાર તથા સામાજિક વનિકરણ વિભાગ દાહોદ જિલ્લા ના અધિકારી નાયક સાહેબ ની હાજરી માં દિપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમન્ત્રિત મહાનુભાવો ના સ્વાગત પછી ગામડા ની વન મંડળીઓ ને મળવા પાત્ર
લાભો ના. ચેક નુ અર્પણ કરવામાં આવ્યું હતું.આમન્ત્રિત મહાનુભાવો એ કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્યો આપ્યા હતા.
દેવગઢબારીયા તાલુકા ના દેગાવાડા ગામની પ્રાથમિક શાળામાં 73 માં વન મહોત્સવ ની ઉજવણી માં શાળા ની બાલિકાઓ એ મહાનુભાવો ને કુમ કુમ તિલક કરી પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો નુ સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા આજુબાજુ ના ગામડા ની વન મંડળીઓ ને લાભો ના ચેક વિતરણ કરાયા હતા.