રાહુલ મહેતા :- દે. બારીયા
દેવગઢ બારિયા તાલુકાના ઉચવણ ગામે પાનમ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા રેતી માફિયાઓ ઉપર પંચમહાલ ખાણ ખનીજનો સપાટો:અધધ ત્રણ કરોડ રૂપિયાથી વઘુ નો મુદ્દામાલ કબજે કરી વઘુ તપાસ હાથ ધરી.
ખાણ ખનીજની એકાએક રેડમાં એક હીટાચી મશીન સહિત ત્રણ ટ્રેક્ટર તેમજ 11 વાહનો ઝડપાયા.
પંચમહાલ ખાણ ખનીજ વિભાગ ની રેડ ના પગલે સ્થાનિક તેમજ દાહોદ જિલ્લા તંત્ર સામે અનેક સવાલ.
હિટાચી મશીન ટ્રેક્ટર તેમજ ડમ્ફર વધુ હોવાના કારણે સ્થાનિક પોલીસની મદદ લેવાઇ
ચાલુ સિઝનમાં લાખો ટન ગેરકાયદેસર રેતી ઉલેચી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા રેતી માફિયાઓ સામે સ્થાનિક તંત્ર ની ચુપકીદી થી અનેક સવાલો.
દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ. જુના બારિયા. ભડભા રાતડીયા .ચેનપુર. રામા. સહિત દુધિયા. બૈયનાં. ગામ ની નદીઓ માં મોટા પાયે ચાલતું ગેરકાયદેસર રેતી ખનન.
દે. બારીયા તા.01
દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા પંચમહાલ ના ખાણ ખનીજ વિભાગ ના દરોડામાં 1 હિટાચી મશીન. 11ડમ્ફર. તેમજ 3 ટ્રેક્ટરો મળી કુળ રૂપિયા 30.500.000 નો મુદ્દા માલ ઝડપાતા સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો વઘુ મુદ્દામાલ ના કારણે સ્થાનિક પોલીસને બોલાવી બંદોબસ્ત ગોઠવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકામાં પાનમ તેમજ ઉજ્જળ નદી માં જુનાબારીઆ ચેનપૂર. રાતડીયા. રામા. બૈણા. જેવા ગામોમાં કેટલીક ગણતરીની રેતીની લીઝો આવેલી છે તે સિવાય આજ ગામોમાં તેમજ અન્ય ગામોમાં જેવા કે ઉચવાણ. જુના બારિયા. ભડભા રાતડીયા .ચેનપુર. રામા. સહિત દુધિયા. બૈયનાં. ગામ માં બે રોક ટોક મોટા પાયે સફેદ રેતીનો કાળો વેપલો ધમધમી રહ્યો છે ત્યારે આ દેવગઢ બારીયા તાલુકામાં ઉજળ તેમજ પાનમ નદીના પટમાં કેટલાક લીઝ હોલ્ડરો ખાનગી સર્વે નંબરો તેમજ લીઝ હદ વિસ્તારની બહાર થી મોટા પાયે રીતે ખનન કરી રહ્યા છે તેની સાથે સાથે જ્યાં લીઝઆવેલ નથી તેવા તેવા વિસ્તારમાં કોઇ પણ જાતની પાસ પરમીટ કે ખનીજ વિભાગ ની મંજૂરી વગર ગેરકાયદેસર મોટાપાયે રેતીખનન થઈ રહ્યું છે જે બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ અનેકવાર રજુઆતો કરવામાં આવેલી છે તેમ છતાં આજદિન સુધી ગ્રામજનોની વાહ રે કોઈ સ્થાનિક તંત્ર આવ્યું ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજરોજ દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામે ખાનગી બાતમી ને લઇ ગાંધીનગર ના ફ્લાઈંગ સ્કોર્ડ ની સુચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા એકાએક રેડ કરી દેતા પાનમ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા રેતી માફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામેલ અને અનેક વાહનચાલકો પોતાના વાહનો લઇને નાસભાગ મચી જવા પામી હતી જ્યારે કેટલાક વાહનચાલકો પોતાના વાહનો મૂકી નાસી છૂટયા હતા જેમાં અધધ વાહનો ઝડપાતા પંચમહાલ ખાણ ખનીજ વિભાગ ને સ્થાનિક પોલીસની પણ મદદ લેવી પડી હતી અને તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવી બંદોબસ્ત ગોઠવ્યો હતો જેમાં કેટલાક વાહનો ના ચાલકો પોતાનું વાહન મૂકી સ્થળ ઉપરથી નાસી જતા ખાણ ખનીજ વિભાગ ને મોડી રાત સુધી વાહનો નદીમાંથી બહાર લાવવાની તજવીજ હાથ ધરી હતી.જેમાં એક હિટાચી મશીન ત્રણ ટેકટર 11 ટ્રક મળી કુલ રૂપિયા ત્રણ કરોડ પાંચ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હિટાચી મશીન મોડી રાત સુધી નદીમાંથી બહાર ન લવાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી ત્યારે આ રેડ ને લઇ ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને કેટલાક હિટાચી મશીન રેતી ઉલેચતાં ઉલેચતા દૂર ખેતરોમાં લઈને ભાગી ગયા હતા ત્યારે હાલ આ રેડ સ્થાનિક તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે સીઝનમાં કરોડો રૂપિયાની સફેદ રેતી ઉલેચી કાળો કારોબાર કરતા રેતી માફિયાઓ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં દુધિયા તેમજ રાતડીયા ગામ માં પણ મોટા પાયે રેતી ખનન થઈ રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા આ રેતી માફિયાઓ સામે પણ પગલા ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યુ.