Monday, 30/06/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે જાહેરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસની એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ: 15 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ૭ જુગારીયાઓ ઝબ્બે

September 1, 2021
        2274
ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે જાહેરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસની એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ: 15 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ૭ જુગારીયાઓ ઝબ્બે

જીગ્નેશ બારીયા / રાજેશ વસાવે દાહોદ

ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ધમધમતા જુગારધામ પર પોલીસની એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ: સાત જુગારીયાઓ 15 હજાર ઉપરાંતનો મુદ્દામાલ સાથે ઝડપાયા  

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતાં ૦૭ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૮૫૦ ની રોકડ રકમ કબજે કરી મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૧૫,૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૩૧મી ઓગષ્ટના રોજ નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં હરેશભાઈ જીવાભાઈ પરમાર, રાકેશભાઈ પુંજાભાઈ કટારા, મુકેશભાઈ પારસીંગભાઈ પારગી, પારસીંગભાઈ કલાભાઈ ભેદી, ભગીરથભાઈ રણછોડભાઈ પરમાર, મિનેષભાઈ દિનેશભાઈ ભેદી અને સંજયભાઈ બાબુભાઈ પારગી (તમામ રહે. નાની ઢઢેલી અને માધવા, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાઓ પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતાં. પોલીસને મળેલ બાતમીના આધારે જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતું પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ દબોચી લીધાં હતાં અને તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૮૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૫,૮૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ સુખસર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!