દે. બારીયા તાલુકાના બૈણા ગામે પતિના પર સ્ત્રીના આડા સબંધમાં ત્રાસથી કંટાળી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
પતિના અન્ય સ્ત્રી જોડે પ્રેમ સબંધ હોઈ પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો.
પતિના અમાનુષી ત્રાસથી કંટાળેલી પરણિતાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પોલીસ ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૨૭
દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે એક પરણિત યુવક દ્વારા અન્ય યુવતી સાથે આડા સંબંધ રાખી પોતાની પત્નિને આ મામલે જાણ થતાં પતિને અવાર નવાર આવુ નહીં કરવા કહેતા પતિ દ્વાર પરણિતા સાથે મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસ તેમજ પતિ દ્વારા અન્ય યુવતી સાથેના આડા સંબંધથી કંટાળી જઈ પરણિતાએ આત્મહત્યા કરી લેતાં પથકમાં ચકચાર મચી જવા પામી છે.
બૈણા ગામે જુના ફળિયામાં રહેતો ભોપતભાઈ હીરસીંગભાઈ બારીયા પોતે પરણિત હોવા છતાં પણ અન્ય બીજી છોકરી સાથે આડા સંબંધ રાખતો હતો. આ બાબતની જાણ ભોપતભાઈની પત્નિ રેણુકાબેનને થતાં રેણુકાબેને બીજી છોકરી સાથે આડા સંબંધ રાખવાનું ના પાડતી હતી અને પોતાના પતિ સમજાવતી હતી પરંતુ પતિ ભોપતભાઈ દ્વારા રેણુકાબેન સાથે મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતો. આ અંગે પરણિતા રેણુકાબેન દ્વારા પોતાના પિતા પ્રભાતભાઈ વેચાતભાઈ બારીયાને પણ જાણ કરી હતી. અવાર નવાર પતિ દ્વારા અપાતા ત્રાસથી અને પતિ દ્વારા અન્ય યુવતી સાથે આડા સંબંધના ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ગત તા.૨૫મી જુલાઈના રોજ બૈણા ગામે પોતાની સાસરીમાં આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે મૃતક પરણિતા રેણુકાબેનના પિતા પ્રભાતભાઈ વેચાતભાઈ બારીયા (રહે.નવીબેડી, સરપંચ ફળિયુ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહાદ) દ્વારા પોતાના જમાઈ ભોપતભાઈ હીરસીંગભાઈ બારીયા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-