જીગ્નેશ બારીયા દાહોદ/જાબીર શુક્લા :- પીપલોદ
વાસનામાં કામાંધ બનેલા નરાધમની શર્મનાક કરતૂત…
લીમખેડાના નરાધમે તેના મિત્રની મદદથી દે. બારીયાની 32 વર્ષીય પરણિતાનું ફોર વહીલ ગાડીમાં અપહરણ કરી રાજસ્થાનના બાસવાડા મુકામે લઈ જઈ લાજ લૂંટી: પોલીસ ફરિયાદ નોંધાઇ
દાહોદ તા.25
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામેથી એક 32 વર્ષીય પરિણીતાને બે ઈસમોએ ફોરવીલર ગાડીમાં બેસાડી અપહરણ કરી રાજસ્થાનના બાસવાડા મુકામે લઈ ગયા હતા અને જ્યાં બે પૈકી એકે પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજારતા દાહોદ જિલ્લામાં ખળભળાટ પામ્યો છે. આ સંબંધે બન્ને યુવકોના ચંગુલમાંથી છુટી આવેલ પરણિતાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને યુવકોના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ વડોદરા જિલ્લામાં અને હાલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક 32 વર્ષીય પરણિતાને લીમખેડા તાલુકાના કોઠાર ગામે રહેતો કલ્પેશભાઈ અમરસિંગ ભાભોરે ગત તારીખ ૨૩મી જૂનના રોજ પરણિતાને દેવગઢ બારીયાના પીપલોદ બજારમાં બોલાવી હતી અને આ દરમિયાન લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી ગામે રહેતો શૈલેષભાઈ સુનિલભાઈ દશામા પણ ત્યાં આવ્યો હતો અને આ શૈલેષભાઈ અને કલ્પેશભાઈ બંને જણાએ પરણિતાને પોતાની સાથે લાવેલ ફોર વ્હીલર ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી, ગાડીમાંથી ઉતરી છે તો તને જાનથી મારી નાખીશું લ, તેવી ધાક ધમકીઓ આપી પરિણીતાને રાજસ્થાનના બાસવાડા શહેરની આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ ત્યાં ગાડી ઊભી રાખી હતી અને શૈલેષભાઈ સુનિલભાઈ દશામાએ પરણિતાને ગાડીની અંદરજ પરણિતાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને તું મારી નહીં થાય તો હું તને કોઈની નહીં થવા દઉં, તેવી ધમકી આપી હતી.
આ બાદ ઉપરોક્ત બંને યુવકોના ચંગુલમાંથી છૂટી પરણિતા પોતાના દેવગઢ બારીયા તાલુકા મુકામે આવી હતી અને ઉપરોક્ત બનાવની હકિકત પોતાના પરિવાર અને કરતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પરિણીતાને લઇ પરીવારજનો 26 જૂનના રોજ દેવગઢ બારીયા પોલીસ મથકે આવ્યા હતા અને ઉપરોક્ત બંને યુવકો વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને યુવકોના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.