રાહુલ મહેતા :- દે. બારીયા
દે.બારિયા નગરમાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ
હેર સલૂન ની બે દુકાનો ને તંત્ર સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ
કેટલાક દુકાનદારો હાલના જાહેરમાંનાથી અજાણ કે પછી?
કેટલાક વેપારીઓ બંધ દરમિયાન સોશિયલ ડિસેન્ટ વગર કરતા વેપાર
દે. બારીયા તા.14
પ્રાપ્ત માહિતી મુજબ હાલ કોરોનાની મહામારી ને લઇ દેશ તેમજ રાજ્યમાં કોરોનાનો સંક્રમણ અટકાવવા માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલમાં કેટલાક જિલ્લાઓમાં 13 મે થી 18 મે સુધી નવી માર્ગદર્શિકા બહાર
પાડવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારની નવી સરકારી ગાય લાઇનને ધાનેરા થી દાહોદ જિલ્લા કલેકટર દ્વારા એક નવો હુકમ કરતા કેટલાક વેપાર ધંધા ઉપર રોક લગાવી છે જમા હેર સલૂન થી લઈ અન્ય કેટલાક વેપારીઓ પર રોક લગાવતા દેવગઢબારિયા નગરમાં સ્થાનિક તંત્ર જાણે એક્શનમાં આવી હોય તેમ આજરોજ નગરમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ઉલ્લંઘન કરતા કેટલાક વેપારીઓ ઉપર બાજ નજર રાખી તપાસ હાથ ધરતા કેટલાક વેપારીઓ સોશિયલ સાયન્સ તેમજ માત્ર વગર વેપાર ધંધો કરતા તેમની પાસેથી દંડ ફટકાર્યો હતો જ્યારે હેર સલૂન ની દુકાન બંધ રાખવાનું જાહેરનામું હોવા છતાં પણ નગરમાં હેર સલૂન ની દુકાન ખુલ્લી રહેતા બે દુકાનોને સીલ મારી કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે નગરમાં કેટલાક વેપારીઓ ને જાણે હાલના જાહેરનામાની ખબર ન હોય તેમ કે પછી જાણે અજાણ હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે ત્યારે નગરમાં કેટલાંક મોટા વેપારીઓ ભર બજારમાં પણ મન વાણી સોશ્યલ ડિસ્ટન્સ વગર વેપાર ધંધો કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે પણ કડક હાથે પગલાં લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.