દાહોદ જિલ્લાના દાસા ગામે સંત સ્વરૂપ કબીર મંદિર ઉદ્ઘાટન તેમજ કાર્યકર્તાઓનો સન્માન સમારંભ યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

દાહોદ જિલ્લાના દાસા ગામે સંત સ્વરૂપ કબીર મંદિર ઉદ્ઘાટન તેમજ કાર્યકર્તાઓનો સન્માન સમારંભ યોજાયો

દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં કાર્યકર્તાનો સન્માન સમારંભ યોજાયો

સંત સ્વરૂપ કબીર મંદિર નુ ઉદઘાટન અને આનંદ આરતી મહોત્સવ આચાર્ય અર્ધનામ સાહેબ અને મહંત સુમરન દાસ ના સાનિધ્યમાં યોજાયું

દાહોદ જિલ્લાના દાસા ગામે સંત સ્વરૂપ કબીર મંદિર નું ઉદ્ઘાટન અને આનંદ આરતી મહોત્સવ અને ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયત ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર જિલ્લા ભાજપ પ્રભારી અમિતભાઈ ઠાકર દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની દાહોદ જિલ્લા ભાજપના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય તાલુકાના ભાજપ પ્રમુખ તેમજ નગર પાલિકાના જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આચાર્ય અર્ધનામ સાહેબ અને મહાન સુમરન દાસ ના સાનિધ્યમાં સંત સ્વરૂપે કબીર મંદિર નો ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોર અને સંસદના કુટુંબીજનો દ્વારા આનંદ આરતી નો મહોત્સવ ઉજવવામાં આવેલ હતો અને આનંદ આરતી ઉતારી હતી સમગ્ર કાર્યક્રમ ખુબ જ આનંદ સ્વરૂપે ઉજવવામાં આવેલ હતો તેમજ આવેલ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આચાર્ય અર્ધનામ સાહેબ અને મહંત સુમરન દાસ આશીર્વાદ આપ્યા હતા.

Share This Article