Wednesday, 05/02/2025
Dark Mode

દે.બારિયા : વાસનામાં કામાંધ બનેલા યુવકની શર્મનાક કરતુત:કુદરતી હાજતે ગયેલી 18 વર્ષીય યુવતીની લાજ લૂંટી:પોલિસ તપાસમાં જોતરાઈ

દે.બારિયા : વાસનામાં કામાંધ બનેલા યુવકની શર્મનાક કરતુત:કુદરતી હાજતે ગયેલી 18 વર્ષીય યુવતીની લાજ લૂંટી:પોલિસ તપાસમાં જોતરાઈ

  રાહુલ મહેતા :- દે. બારીયા 

વાસનામાં કામાંધ બનેલા યુવકની શર્મનાક કરતુત 

દે.બારીયા તાલુકાના રેબારી ગામે
૧૮ વર્ષીય છોકરી પર ગામના યુવાને દુષ્કર્મ આચર્યું

જાનથી મારી નાખવાની ધાકધમકી:પોલિસ તપાસમાં જોતરાઈ 

દાહોદ, તા.૩

પોતાના ઘરની સામે કોપમાં કુદરતી હાજતે ગયેલ રેઢાણા ગામની સાડા અઢાર વર્ષીય છોકરીને તેના જ ગામના યુવાને જબરજસ્તીથી પકડી ઓઢણીથી મોં ઢાંકી તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના રેઢાણા ગામના ઝરી ફળીયામાં રહેતી ૧૮ વર્ષ ૭ માસની ઉંમરની છોકરી ગત તા.રપ.ર.ર૦ર૧ના રોજ અગ્યાર વાગ્યાના સુમારે પોતાના ઘરની સામે કોપમા કુદરતી હાજતે ગઈ હતી. તે વખતે તેના ગામનો અભેસીંગ રામસીંગભાઈ કોળી તે છોકરીની એકલતાનો લાભ લેવવા ત્યાં આવ્યો હતો.અને છોકરીને બળજબરીથી પકડી ઓઢણીથી તેણીનું મોઢું દબાવી જમીન પર પાડી દઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. અને ત્યાર બાદ આ વાત તુ કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ કરી મારી નાખવાની ધાકધમકી આપી હતી.

આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનનાર પીડીતાએ નોંધાવેલ ફરીયાદને આધારે દે.બારીયા પોલીસે રેબારી ગામના અભેસીંગ રામસીંગ કોળી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!