શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
Contents
- ફતેપુરામાં પોલીસ દ્વારા સ્થાનિક ચૂંટણીઓને લઇને ફ્લેગ માર્ચ યોજાઈ
- ફતેપુરા તા.20
- ગુજરાત રાજ્ય સહિત ફતેપુરા તાલુકામાં ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થઇ ગયેલ છે.અને ચૂંટણી અને મતદાનને લઈને પોલીસ તંત્ર એકશનમાં આવી ગયેલ છે.ચૂંટણીની પ્રક્રિયા હેમખેમ પાર પાડવા માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા રાતદિવસ એક કરવામાં આવી રહેલ છે.ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતું.ફતેપુરાના પી.એસ.આઇ સી.બી.બરંડા અને પોલીસ દ્વારા ફતેપુરાના મેન બજાર,હોળી ચકલા,ધુધસ રોડ ઝાલોદ રોડ વગેરે વિસ્તારમાં ફલેગ માર્ચ કરવામાં આવેલ હતું.ફલેગ માર્ચ દરમિયાન પોલીસ કાફલો જોઈએ લોકો ઘર અને દુકાનના ઓટલા ઉપર જોવા માટે દોડી આવ્યા હતા.
