ફતેપુરા મામલતદાર કચેરીમાં 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ,મતદારોને મતદાનની પ્રતિજ્ઞા લેવડાવી,સખી મતદાન મથક મહિલા મતદાતાઓ માટે વિશિષ્ટ સુવિધા ઉભી કરાઈ

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીમાં 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી,મતદારોને મતદાનની પ્રતિજ્ઞા લેવડાવી,સખી મતદાન મથક મહિલા મતદાતાઓ માટે વિશિષ્ટ સુવિધા ઉભી કરાઈ

ફતેપુરા તા.25

હાલ ગુજરાત રાજ્યના વિવિધ નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નું ઇલેક્શન જાહેર થઈ ગયુ છે ત્યાર આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ફતેપુરા મામલતદાર કચેરીમાં મામલતદાર પી એન પરમાર તેમજ એન આર પારગી નામ મામલતદાર સાહેબ દ્વારા મતદારોને મતદાનની પ્રતિજ્ઞા લેવડાવી હતી જેમાં લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ વંશ જ્ઞાતિ-જાતિ ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું તેવી મતદારોને પ્રતિજ્ઞા લેવડાવી હતી સભાખંડમાં

મતદાતાઓ માટે મહિલા મતદારો માટે સખી મતદાન કેન્દ્ર તેમજ વિકલાંગો મતદારો માટે ની સુવિધાઓ ની જાણકારી આપી હતી માટે તો નવા મતદારોને પ્રથમ વખત મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તેવા યુવા મતદારોનો બેઝ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતુ

Share This Article