સીંગવડ તાલુકાના પીસોઈ ગામે દીપડાએ હુમલો કરી સાત મૂંગા પશુઓનો કર્યો શિકાર:પંથકવાસીઓમાં ફફડાટ ફેલાયો

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના પીસોઈ ગામે દીપડાએ હુમલો કરી સાત મૂંગા પશુઓનો કર્યો શિકાર:પંથકવાસીઓમાં ફફડાટ ફેલાયો

સીંગવડ તા.21

Contents

સિંગવડ તાલુકાના પિસોઈ ગામે થોડા દિવસ પહેલા ભુરાભાઈ સરદાર બારીયાના ઘરના આંગણે 7 બકરા બાંધી રાખ્યા તેને સવારના

ટાઈમમાં દીપડા દ્વારા આવીને મારી નાખવામાં આવ્યા હતા. તેમાં દીપડા દ્વારા એક બકરા ને લઈ જવામાં આવ્યો હતો.ત્યાર પછી ભુરાભાઈ દ્વારા બકરાઓ દેખવા જતા બકરાઓ મરેલી હાલતમાં દેખાતા તેમને તપાસ કરતાં દીપડા આવ્યો હોય તેવું લાગ્યું હતું.તેમને તાત્કાલિક સીંગવડ ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરતાં ફોરેસ્ટ ઓફિસના

અધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ તપાસ કરતા ખરેખર દીપડાઓએ બકરાને મારી નાખ્યો એવું જાણવા મળ્યું હતું. તથા ફોરેસ્ટ ઓફિસર દ્વારા પશુ ડોક્ટરને બોલાવીને દીપડાની શોધખોળ આદરી હતી.આ રીતે ઘરની આજુબાજુ દિપડાનો અવર જવરથી પિસોઈ ગામના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

Share This Article