સિંગવડ તાલુકામાં  શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિનું કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.20

સિંગવડ તાલુકામાં  શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિનું કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું

સિંગવડ તાલુકાના શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા નિર્માણ નિધી માટે આજથી સિંગવડના  ચુંદડી રોડ પર ગુરુ ગોવિંદ કેપ્ટન ટેકટરની એજન્સીની જોડે તાલુકા કાર્યાલય  શુભારંભ 9:30 કલાકે કરવામાં આવ્યું હતું.એમાં જિલ્લા સંઘ ચાલક અલ્કેશભાઇ ગેલોત તાલુકા સંચાલક કાંતિલાલ સેલોત સિંગવડ તાલુકા કાર્યવાહક ચિંતન ભાભોર ભરતભાઈ ભાભોર રમણભાઈ બારીયા રામ ભાઈ બારીયા બાબુભાઈ રાવત વગેરે ઉપસ્થિત રહીને કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું હતો.આ કાર્યક્રમમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.તથા તેમને ૫૧,૦૦૦ નો ચેક રામ જન્મભૂમિ મંદિર માટે આપ્યો તથા બીજા ઘણા ભક્તો દ્વારા પણ ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા હતો.આ રીતે સિંગવડ તાલુકામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ નું કાર્યાલય ચાલુ કરવામાં આવ્યો

Share This Article