ધાનપુરના સજોઇ ગામના યુવક જોડે છેતરપિંડી: નડિયાદના એક વ્યક્તિએ સગા ને જેલમાંથી જામીન કરાવવાનું કહી એક બાઈક તેમજ રોકડ રકમ મળી 38 હજારનો ચૂનો ચોપડી થયો ફરાર: પોલીસ તપાસમાં જોતરાઇ

Editor Dahod Live
1 Min Read

મઝહર અલી મકરાણી :- દે. બારીયા 

દાહોદ તા.29

ધાનપુર તાલુકાના સજોઇ ગામે એક વ્યક્તિના ઘરે નડિયાદમાં રહેતો એક ઈસમ આવી આણંદ સબ જેલમાં સજા ભોગવી રહેલ વ્યક્તિની જામીન કરાવવાની લાલચ આપી નડિયાદમાં રહેતા આ ઈસમે સજોઈ ગામના વ્યક્તિની મોટરસાયકલ તેમજ મોબાઇલ ફોન કુલ રૂપિયા 38000/- ની મત્તા વિશ્વાસમાં લઇ, લઇ નાસી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

નડિયાદમાં મિત્રાલ જામા મસ્જિદ પાસે રહેતો સિરાજ ઉર્ફે સિરિયો યુસુફખાન પઠાણ ગત તારીખ ૧૬ નવેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ ગામે આવ્યો હતો અને ગામમાં રહેતા પર્વતભાઈ ધનાભાઈ ભાભોર ના ઘરે ગયો હતો. પર્વતભાઈ નો સંબંધી પ્પ્રદીપ ભાઈ નામક વ્યકિત આણંદની સબજેલમાં સજા ભોગવી રહ્યો છે અને તેને જામીન કરાવવા ની લાલચ આપી આ યુસુફે પર્વતભાઈ ની મોટર સાયકલ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ ની મત્તા લઇ નાસી જતા આ સંબંધે સજોઇ ગામે રહેતા પર્વતભાઈ દ્વારા યુસુફભાઈ વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article