ફતેપુરા તાલુકાના મોટીબારા ગામેથી પોલિસે વૈભવી ગાડીમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી જેલભેગા કર્યા: 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ટવેરા ગાડીમાં દારૂ ભરીને રાજસ્થાનથી લઈ જવાતા ફતેપુરા તાલુકાના મોટી બારા ગામે ફતેપુરા પોલીસે ઝડપી પાડી,ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી બે આરોપીને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે

Contents

 ફતેપુરા તાલુકાના મોટી બારા નજીકથી ટાવેરામાં લઇ જવાતો દારૂ પકડાયો. ફતેપુરા તાલુકાના મોટી બારા ગામે રાજસ્થાન તરફથી સફેદ કલરની ટવેરા ગાડીમાં રૂપિયા 47 0 40નો દારૂ અને ટાવેરા ગાડી 2 મોબાઇલ સહિતનો રૂપિયા 2 49 540 નો મુદ્દામાલ સહિત બે ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી પોલીસ એ હાથ ધરેલ છે મળતી માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ની સુચના અનુસાર દારૂ જુગારની પ્રવૃત્તિને કડકરીતે ડામ સુ અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ સીબી બરંડા અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તેવામાં ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી મોટી બારા ગામ તરફ સફેદ કલરની ટવેરા ગાડી નંબર જીજે-06-સી.બી-9945 મા બે ઈસમો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઇ આવી રહેલ છે.બાતમીના આધારે મોટી બારા ગામે આવી વોચ રાખતા સફેદ કલરની ટવેરા ગાડી આવતા તેને ઉભી રાખી તપાસ કરતા ગાડીમાંથી વિવિધ બનાવટનો દારૂ રૂપિયા 47,040 તેમજ ટાવેરા ગાડી કિંમત રૂપિયા બે લાખ તેમજ મોબાઇલ નંગ 2 કિંમત રૂપિયા 2,500 મળી કુલ રૂપિયા 2,49,540 મુદ્દામાલ જપ્ત કરી  પ્રદીપ મલસિહ ગરાસીયા,અનીલ વાલસીંગ ગરાસીયા બંને રહેવાસી સલોપાટ રાજસ્થાન પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે.જ્યારે ચંદુભાઈ સંગાડા રહેવાસી હાંડી રાજસ્થાન તેમજ  અલ્કેશ ગરાસીયા રહેવાસી સલોપાટ રાજસ્થાન પાયલોટિંગ કરેલ હોય ફતેપુરા પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article