Friday, 22/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો:આજે નવા 26 કેસોના ઉમેરો થતાં ફફડાટ ફેલાયો:જિલ્લામાં કોરોનાનો કુલ આંક 2039 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો:આજે નવા 26 કેસોના ઉમેરો થતાં ફફડાટ ફેલાયો:જિલ્લામાં કોરોનાનો કુલ આંક 2039 પર પહોંચ્યો

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં આજે તારીખ ૨૧મીના રોજ ફરી કોરોના બોમ્બ ફુટતાં એકજ દિવસમાં ૨૬ કોરોના પોઝીટીવ કેસો સામે આવતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજના ૨૬ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૦૩૯ ને પાર પહોંચી જવા પામ્યો છે.

આજે આર.ટી.પી.સી.આર.ના ૪૩૯ પૈકી ૨૦ અને રેપીટ ટેસ્ટના ૮૫૩ પૈકી ૦૬ એમ ૨૬ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી દાહોદ અર્બનમાંથી ૬, દાહોદ ગ્રામ્યમાંથી ૪, ઝાલોદ અર્બનમાંથી ૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૫, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૪, ધાનપુરમાંથી ૧, અને ફતેપુરમાંથી ૪ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૫ લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૫૪ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધતાં કેસોને પગલે આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લાની નગરપાલિકા સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ એલર્ટ બન્યા છે અને માસ્ક વગર ફરતાં અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરતાં વેપારીઓ તેમજ દુકાનદારોને સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી પણ શરૂ કરવાનું આરંભ કરી દીધું છે.

——————————-

error: Content is protected !!