ફતેપુરા નગરમાં કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત:બેંક ઓફ બરોડાના ચાર કર્મચારીઓ પોઝીટીવ આવતા બેંકનું કામકાજ બંધ કરાયું

Editor Dahod Live
1 Min Read
શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા નગરમાં કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત:બેંક ઓફ બરોડાના ચાર કર્મચારીઓ પોઝીટીવ આવતા બેંકનું કામકાજ બંધ કરાયું,બેંક ઓફ બરોડા ફતેપુરા શાખાના બેંક મેનેજર સહિત 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ નોંધાતા નગરમાં ભયની સાથે ફફડાટ ફેલાયો,બેંકનું કામકાજ સોમવારથી રાબેતા મુજબ શરૂ થશે, આરોગ્ય વિભાગ દ્વારા બેંકને સેનેટાઈઝ કરાઈ

ફતેપુરા તા.20

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ બેંક ઓફ બરોડાના ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ કરી દેવામાં આવતા ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બેંક ઓફ બરોડા શાખા મેનેજર સહિત 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બેંકનું કામકાજ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવેલ છે.અને ગ્રામ પંચાયત દ્વારા બેંકને સેનેટાઈઝર કરવામાં આવેલ છે.બેંક ઓફ બરોડા નું કામકાજ સોમવારથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે સોમવારે બેંકને સેનીટાઇઝર કર્યા પછી બેંકનું કામકાજ શરૂ કરવામાં આવનાર છે જોકે આજરોજ એક સાથે ચાર કેસ ફતેપુરા નગરમાં આવતા હડકંપ મચી જવા પામી છે.ફતેપુરા તાલુકામાં દિવસે દિવસે કોરાના  પોઝિટિવ કેસ વધતા જાય છે. ત્રણ દિવસ પહેલા જ ફતેપુરા તાલુકામાં છ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકેલ છે.ફરીથી આજરોજ બેંક ઓફ બરોડા ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા નગર સહિત તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે બેંક ઓફ બરોડાના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે

Share This Article