
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૧૩
દાહોદ શહેરમાં એક ૪૦ વર્ષીય પરણિત મહિલાને ત્રણ જેટલા ઈસમોએ પોતાની ફોર વ્હીલર ગાડીમાં ડરાવી, ધમકાવી બેસાડી શારિરીક છેડછાડ તેમજ સતામણી કરતાં મહિલાએ દાહોદ શહેર પોલીસ મથકે ત્રણેય યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ શહેરના ચાકલિયા રોડ સીંગલ ફળિયામાં રહેતો દીલુ ઉર્ફે દિલીપ ભાલચંદભાઈ સાંસી તથા તેની સાથે બીજા બે અજાણ્યા ઈસમો મળી આ ત્રણ જણાએ ગત તા.૧૦મી ઓક્ટોબરના રોજ દાહોદ શહેરમાં રહેતી એક ૪૦ વર્ષીય પરણિત મહિલાને દાહોદ પડાવ સર્કલ થી ગોધરા રોડ તેમજ પરેલ વિસ્તારમાં પોતાની સફેદ કલરની ફોર વ્હીલર ગાડીમાં ધમકી આપી બેસાડી, શારિરીક છેડછાડ પણ કરી હતી અને સતામણી કરી શારીરિક, માનસીક ત્રાસ આપતાં આ બાદ ઉપરોક્ત યુવકોના ચંગુલમાંથી છુટી મહિલા દાહોદ શહેર પોલીસ મથકે આવી હતી અને આ ત્રણેય યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.