Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા:યુપીના હાથરસની ઘટનાને લઇ ભડકાઉ મેસેજ શોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર યુવકની જામીન નામંજૂર થતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયો

ફતેપુરા:યુપીના હાથરસની ઘટનાને લઇ ભડકાઉ મેસેજ શોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર યુવકની જામીન નામંજૂર થતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયો
  હિતેશ કલાલ :- સુખસર,શબ્બીર સુનેલવાલ, ફતેપુરા  

ફતેપુરામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા મેસેજ વાયરલ કરનાર આરોપીના જામીન નામંજૂર,કરાતાં જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયો, હાથરસની ઘટનાને લઇ ભડકાઉ મેસેજ વાયરલ કર્યા બાદ પંથક સહીત જિલ્લાભરમાં આ મામલાના પડઘા પડતા આર.એસ.એસ. દવારા આવેદન આપ્યા બાદ લઘુમતી સમાજના યુવકની  ધરપકડ કરાઇ હતી.

 સુખસર તા.03

ફતેપુરા નગરના લઘુમતી સમાજના આદિલ પટેલ નામના યુવક દ્વારા હાથરસ ની ઘટનાને લઇ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા મેસેજ તેમ જ ભડકાઉ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા જે સંદર્ભે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુખ અને ફતેપુરામાં કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જે સંદર્ભે સીપીઆઇ  કિરીટ ડીંડોડ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.અને ફતેપુરા કોર્ટમાં રજૂ કરાયો હતો.જેમાં સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી જજ દ્વારા આરોપીના જામીન નામંજૂર કરાયા હતા

error: Content is protected !!