Thursday, 16/10/2025
Dark Mode

સીંગવડ તાલુકાના વી.સી.ઇ દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

September 30, 2020
સીંગવડ તાલુકાના વી.સી.ઇ દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

   કલ્પેશ શાહ :- સીંગવડ

 સીંગવડ તા.30

સિંગવડ તાલુકા ખાતે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર આર્મી કમંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સીંગવડ તાલુકાના ઇ-ગ્રામ વિશેના વિવિધ પ્રશ્નોના નિરાકરણ નહીં આવતાં તાલુકાના તમામ ઓપરેટર દ્વારા કામગીરી બંધ કરવામાં આવી તથા ૧૪ વર્ષથી માત્ર કમિશન પર કામ કરતા કોમ્પ્યુટર એક્ઝામ વિશેના તમામ કોમ્પ્યુટર ઓપરેટરો અને કામગીરી પેટે માત્ર કમિશન મળે છે.

સીંગવડ તાલુકાના વી.સી.ઇ દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુંપરંતુ તમને પગાર મળવો જોઈએ તથા હાલમાં પૂર જેવી મહામારીને કારણે વીસીઈ દ્વારા ખેડૂતોના ઘસારા ના મગફળી રજીસ્ટ્રેશન અને 3700 કરોડની  સહાય પેકેજ ની એન્ટ્રી કરતા વીસીઇ કોરોના ગ્રસ્ત થવાની સંભાવના હોય તથા અગાઉ પીએમ કિસાન સહાય જન્મ મરણ એન્ટ્રી કરેલ હોય તેને બે વર્ષ જેટલો સમય થયો તેમ છતાં હજુ સુધી કમિશન ચુકવણી કરવામાં આવી નથી.જ્યારે 14 માં નાણાપંચમા એક ગ્રામ માટે ના પગાર આ બાબતે 10 ટકા ગ્રાન્ટનો પરિપત્ર હોવા છતાં આજદિન સુધી ચૂકવેલ નથી આ બધા ની માંગણી સાથે સીંગવડ તાલુકાના વી.સી.ઇ દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તથા બધી માગણીઓ 30.9.2020 સુધી સ્વીકારવામાં નહીં આવે તો 1.10.2020 ના રોજથી વી.સી.ઇ દ્વારા બધી કામગીરી બંધ કરવાનો નિર્ણય કરે છે

error: Content is protected !!