મહેન્દ્ર ચારેલ :- સંજેલી
નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર શિક્ષક દિવસની ઉજવણી.
સંજેલી તા. 8
સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતના મહાન તત્વચિંતક, શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરાવ્યું હતું, જેના કારણે સમગ્ર શાળામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષકના મહત્વ, શિક્ષણના મૂલ્ય તેમજ સમાજના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અંગે સમજ આપવામાં આવી હતી. અંતે શાળાના મુખ્ય શિક્ષક જગદીશભાઈ કામોળ દ્વારા શિક્ષક દિવસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિક્ષક દિવસની આ ઉજવણીથી વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે સન્માનની ભાવના સાથે જવાબદારી અને આત્મવિશ્વાસનો પણ વિકાસ થાય તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
