રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લામાં જાહેર આરોગ્ય કેન્દ્રો માટે કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાનેકલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જમીન ફાળવણી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ*
દાહોદ તા. 8
દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ જાહેર આરોગ્ય કેન્દ્રો/આરોગ્ય સેવાઓ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રો માટે ઉપલબ્ધ જમીન, જમીન ફાળવણીની સ્થિતિ તથા બાકી રહેલી અરજીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં બાકી અરજી, મંજૂર અને તપાસ હેઠળ જેવી સ્થિતિ મુજબ જમીન ફાળવણીની અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાથી બાકી રહેલી અરજીઓ તેમજ ખાનગી માલિકીની જમીન અંગેની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રો માટેની જમીન ફાળવણી ઝડપી પૂર્ણ થાય અને આરોગ્યલક્ષી સુવિધાઓના વિકાસમાં કોઈ વિલંબ ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જમીન ફાળવણીની પ્રક્રિયા સમયબદ્ધ રીતે પૂર્ણ કરી જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત સહિત સંબંધિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00
