રાજેશ વસાવે :- દાહોદ
*કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ*
દાહોદ, તા. ૦૮-૦૯-૨૦૨૬
દાહોદ જિલ્લા ખાતે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જમીનના મૂલ્યાંકન સંબંધિત બાબતો અંગે સવિસ્તર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જમીનના પ્રવર્તમાન બજાર ભાવ, જમીનના પ્રકાર, જમીન દબાણ, વિસ્તારની પરિસ્થિતિ તેમજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ જમીન મૂલ્યાંકન સંબંધિત બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓ દ્વારા જમીનના મૂલ્યાંકન માટે ઉપલબ્ધ માહિતી અને વિગતો રજૂ કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ સમિતિના સભ્યો જમીન મૂલ્યાંકનની પ્રક્રિયામાં પારદર્શિતા, વાસ્તવિકતા અને નિયમોનું પાલન જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવીને જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ તથા જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00
