રાજેશ વસાવે :- દાહોદ
*કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવા જ્યોતિ મશાલ યાત્રાના આયોજન અંગે યોજાઈ બેઠક*
*જ્યોતિ મશાલ યાત્રાના આયોજન અંગે જરૂરી ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું*
*દાહોદ, તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬*
ગુજરાત સરકારની સૂચના અનુસાર દાહોદ જિલ્લામાં *‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’*નું આયોજન કરવામાં આવનાર છે. આ યાત્રાના સુચારુ આયોજન અંગે ચર્ચા અને માર્ગદર્શન માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા જ્યોતિ મશાલ યાત્રાને સફળ બનાવવા માટે વિવિધ વિભાગો તથા સંબંધિત અધિકારીઓ સાથે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ યાત્રાના સુચારુ આયોજન માટે મંત્રીશ્રી દ્વારા જરૂરી વ્યવસ્થાઓ, જવાબદારીઓ અને કાર્યક્રમની રૂપરેખા અંગે પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નીતિ – નિયમોમાં રહીને તમામ અધિકારીશ્રીઓ પોતાની જવાબદારી પ્રત્યે સભાન રહી કામગીરી નિભાવે એ જરૂરી છે.

બેઠકમાં દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, કલેકટરશ્રી સુરભિ ગૌતમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, પોલીસ અધિક્ષકશ્રી(ઈ.ચા.) જગદીશ ભંડારી, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને જનપ્રતિનિધિશ્રીઓ સહિત દાહોદ જિલ્લા સંકલન અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
000
