બાબુ સોલંકી :- સુખસર
*લીમખેડા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય મશાલ યાત્રા કાઢવામાં આવી*
સુખસર,તા.15
તારીખ 15 મી ઓગસ્ટ ને શનિવાર ના રોજ લીમખેડા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આખા દેશમાં શાનદાર રીતે થઈ રહી છે તેવી જ રીતે ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકા યુવા પ્રકોષ્ઠ અને ધર્મ રક્ષા સમિતિ,લીમખેડા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 14/8/2026 ગુરુવારના રોજ સાંજના 7 કલાકે ભવ્ય મશાલ યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા શ્રી રામજી મંદિર લીમખેડા થી પ્રસ્થાન કરી રાષ્ટ્રપ્રેમ,દેશપ્રેમની ભાવના સાથે સુત્રોચાર,દેશભક્તિ ગીતો સાથે નગર ભ્રમણ કરી માં ભગવતી પ્રજ્ઞા હોલ લીમખેડા ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી.જેમાં અનેક દેશ ભક્તોએ લાભ લઈ મશાલ સાથે યાત્રામાં જોડાઈ યાત્રાનો લાભ લીધો હતો.
