રાહુલ ગારી :- ગરબાડા
૮૦મા સ્વતંત્રતા પર્વે ગરબાડા પોલીસ મથકે ધ્વજવંદન: વીર જવાનોએ તિરંગાને સલામી આપી
દાહોદ તા. 15
સમગ્ર દેશમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પણ ૮૦મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી યોજાઈ હતી.
આ નિમિત્તે ગરબાડા પોલીસ મથકના પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ મથકના અધિકારીઓ અને જવાનોએ એકત્રિત થઈ રાષ્ટ્રધ્વજ ‘તિરંગા’ને પૂર્ણ માન-સન્માન સાથે સલામી આપી હતી અને રાષ્ટ્રગાન ગાઈને દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
