ફતેપુરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:વરૂણદેવને રીઝવવા ફતેપુરા વાલ્મિકી સમાજ દ્વારા હવન કરવામાં આવ્યું
સુખસર,તા.1
ફતેપુરા તાલુકામાં વરસાદ ખેતર ખેડૂતોએ વાવણી કરેલા સોયાબીન, તુવેર,કપાસ,મકાઈ,ડાગર જેવા મોંઘાદાટ બિયારણની વાવણી કર્યા બાદ વરસાદના અભાવે સદંતર નિષ્ફળ જાય તેવા અણસાર જણાતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતો ચિંતિત હોય તેમજ હજી સુધી વરસાદના કોઈ એધાણ ન જોવાતા ફતેપુરા વાલ્મિકી સમાજ દ્વારા વરૂણદેવને રીઝવવા માટે હવન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત થયા છે. વરસાદની કાગડોળે રાહ જોવાઇ રહી છે.મનુષ્યથી લઈ અબોલા પશુ પંખીઓને પણ પાણી વિના મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. તેમજ આવનાર ચોમાસાની સિઝન નિષ્ફળ જાય તેવા અણસાર જણા હતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામેલ છે.ત્યારે ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા પોતાનું પેટિયું રળતા વાલ્મિકી સમાજ દ્વારા વરૂણદેવને રીઝવવા માટે માર્કેટિંગ યાર્ડમાં જ હવન કુંડ બનાવીને હવન કરવામાં આવ્યું હતું.દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલ્મિકી સમાજ દ્વારા વરૂણદેવને રીઝવવા માટે ટોટકો કર્યો હતો.ત્યારે આ હવનમાં એપીએમસીના કર્મચારીઓ તેમજ વેપારી વર્ગો જોડાયા હતા.ત્યારે હવે જોવાનું રહ્યું કે વાલ્મિકી સમાજની પ્રાર્થના વરૂણદેવ સાંભળે છે કે કેમ? દર વર્ષે વાલ્મિક સમાજના હવન પછી ફતેપુરા તાલુકામાં અનરાધાર વરસાદ વરસે છે ત્યારે આ વખતે પણ અનરાધાર વરસાદ વરસે છે કે કેમ?તે જોવાનું રહ્યું.
અગાઉના વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ પંદર દિવસ ઉપરાંતથી મોડો પડતા ખેડૂતો કાગડોળે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. દાહોદ જિલ્લામાં હાલ સુધી વાવણી લાયક વરસાદ નહીં થતાં. તેમજ થોડા દિવસ અગાઉ સામાન્ય વરસાદમાં ખેડૂતોએ કેટલાક અનાજ ની ખેતરોમાં વાવણી કરેલ છે અને ત્યારબાદ વરસાદ નહીં આવતા તે બિયારણ નિષ્ફળ જાય તેવા સંજોગો ઉભા થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામેલ છે.અને વહેલી તકે વરસાદ થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે અને કુદરત ખેડૂતો ઉપર ક્યારે રીઝે તેની રાહ જોઈ રહ્યા છે.
