બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસ માટે સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું*
*કેમ્પમાં સો બાળકોની મર્યાદા છે પરંતુ હાલમાં સો ઉપરાંત બાળકો સમર યોગ કેમ્પનો લાભ ઉઠાવી રહ્યા છે*
સુખસર,તા.19

2 મે 2026થી શાળાઓમાં વેકેશન છે.બાળકો ઘરે આવી ગયા છે.વેકેશન એટલે વાલીઓ માટે મથાનો દુઃખાવો કારણકે બાળક આપણું કહ્યું માનતા નથી,બાળક વધુ પડતું ગુસ્સો કરે છે,વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે,આળસ કરે છે અને આપ આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગો છો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16/5/2026 થી તારીખ 30/5 /2026 સુધી 15 દિવસ સુધી સમર યોગ કેમ્પ સુખસર અને ફતેપુરા બંને તાલુકાના સેન્ટરમાં ભીતોડી પ્રાથમિક શાળા ખાતે ચાલુ થયેલ છે. જેમાં 7 થી 15 વર્ષના કુમાર-કન્યાઓ ભાગ લઈ રહ્યા છે.
આ સમર યોગ કેમ્પમાં અનુભવી અને નિષ્ણાંત યોગ કોચ દ્વારા દરરોજ સવારે 7 થી 9 કલાક દરમ્યાન યોગ,પ્રાણાયામ,શિક્ષણ અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.જેમાં વહેલા કેવી રીતે ઊઠવું, વડીલોનું સન્માન કરવું,માતા પિતાનું આદર સન્માન કરવું,પગે લાગવું,હંમેશા સાચું બોલવું,નિષ્ઠાવાન અને પ્રમાણિત કેવી રીતે બનવું, ગુસ્સો અને આળસ કેવી રીતે દૂર કરી શકાય?યાદશક્તિ કેવી રીતે વધારી શકાય?હંમેશા પોઝિટિવ રીતે બનવું . મોબાઈલથી દૂર કેવી રીતે રહેવું?જેવી બાબતો વિશે માર્ગદર્શન અને માહિતી જુદા-જુદા ઉદાહરણો,દ્રષ્ટાંતો,બોધ કથાઓ દ્વારા આપવામાં આવે છે. ઉપસ્થિત તમામ બાળકોને દરરોજ નેચરલ ડ્રિંક્સ પણ આપવામાં આવે છે.
કેમ્પ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ બાળકોને સર્ટીફિકેટ આપવામાં આવશે.સાથે બાળકો ઘરે કરી શકાય તે માટે યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્ર પોથી અને ટોપીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં 100 બાળકોની મર્યાદા છે.પરંતુ હાલમાં 100 થી વધુ બાળકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે.
યોગ ,પ્રાણાયામ ,શિક્ષણ સંસ્કાર સાથે પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે.તથા આદર્શ બાળક કોને કહેવાય, આદર્શ બાળકોના ગુણો,આદર્શ બાળકની દિનચર્યા, આદર્શ બાળકનો આહાર,વધુ પડતા મોબાઈલના ઉપયોગથી થતી આડઅસરો,કેમ્પમાં તમામ બાળકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે.ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા યોગ કો ઓર્ડીનેટર,માજી સરપંચ શ્રી,માજી ડેપ્યુટી સરપંચ, એસએમસી અધ્યક્ષ,એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા.
