ધારાડુંગર ગામે બે મકાનોમાં ભીષણ આગઘરવખરીનો સામાન બળીને ખાખ, મકાન માલિકોને મોટું આર્થિક નુકસાન.! આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં, આગ લાગવાનું કારણ અકબંધ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધારાડુંગર ગામે બે મકાનોમાં ભીષણ આગઘરવખરીનો સામાન બળીને ખાખ, મકાન માલિકોને મોટું આર્થિક નુકસાન.!

આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં, આગ લાગવાનું કારણ અકબંધ

દાહોદ તા.17

દાહોદ જિલ્લામાં આવેલા ધારાડુંગર ગામે રાત્રિના સમયે બે મકાનોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના નીસરતા ફળિયામાં બનેલી આ ઘટનામાં બંને મકાનોમાં રહેલો ઘરવખરીનો મોટાભાગનો સામાન આગની લપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના ધારા ડુંગર ગામે રાત્રિ દરમિયાન અચાનક એક મકાનમાંથી આગની જ્વાળા ઉઠતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.જોતા જોતા આગે બાજુના અન્ય મકાનને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.આગની ઘટનામાં મકાન માલિકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગમાં ઘરવખરી, કપડા સહિતનો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો

Share This Article