દાહોદમાં 35.52 કરોડના ખર્ચે 6 કિમીનો ફોરલેન માર્ગ બનશે,ઓવરબ્રિજથી ખરોડ બાયપાસ સુધી કાયાપલટ કરાશે.! ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારની મંજૂરી બાદ કામગીરી તેજ;

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં 35.52 કરોડના ખર્ચે 6 કિમીનો ફોરલેન માર્ગ બનશે,ઓવરબ્રિજથી ખરોડ બાયપાસ સુધી કાયાપલટ કરાશે.!

ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારની મંજૂરી બાદ કામગીરી તેજ;

 2000થી વધુ વૃક્ષોના કાપાણે પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા,વૃક્ષ સ્થાનાંતરણ અને પુનઃવૃક્ષારોપણની માંગ ઉઠી

દાહોદ તા.07

દાહોદમાં વધતા જતા ભારણ અને ટ્રાફિક સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે 6 કિલોમીટરના માર્ગને ફોરલેન બનાવવાની મંજૂરી સરકાર દ્વારા મળ્યા બાદ હવે 35.52 કરોડના ખર્ચે દાહોદના ઓવરબ્રિજથી ખરોડ બાયપાસ સુધીના માર્ગને ફોરલેન બનાવવાની કવાયત વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. 

દાહોદ શહેરના ઝાલોદ રોડ ઓવરબ્રિજથી નેશનલ હાઇવે 56 સુધીના 6 કિમીના માર્ગની કાયાપલટ થવા જઈ રહી છે. ખાસ કરીને ટ્રાફિક થી સતત ધમધમતા આ માર્ગ ઉપર વધતા જતા ભારણને દૂર કરવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ કોલેજો તેમજ મોટાભાગની સરકારી કચેરીઓ તથા ન્યાયાલય આ માર્ગ પર આવેલી હોવાથી દિવસભર આ માર્ગ અતિવ્યસ્ત રહે છે. સાથે જ સૌથી વધુ વિકાસ પામતા આ માર્ગ ઉપર આવનારા સમયમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ શરૂ થયા બાદ ભારણ વધશે તે અંગેની પાણી પહેલા પાળ બાંધવા જેવી ઉક્તિને સાર્થક કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા અને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. આ ફોરલેન માર્ગમાં બંને બાજુ 15 મીટરનો ડામર સરફેસિંગ રોડ, રોડની બંને તરફ 2.5 મીટરના પેવર બ્લોકની સુવિધાવાળા ફૂટપાથ, વચ્ચે ડિવાઇડર સહિતની સુવિધા ઉભી કરાશે આ સિવાય, સોલાર સ્ટ્રીટ લાઇટ,CCTV કેમેરા, તેમજ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવશે, 

*ફોરલેન માર્ગમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે:સૂત્રો*

ઓવરબ્રિજથી ખરોડ બાઇપાસ સુધીના માર્ગ પર બંને તરફના નાના મોટા પુલ, નાળા પહોળા કરવામાં આવશે, સાથે જ ફોરેસ્ટની જમીનમાં કેટલું દબાણ હોવાથી એ દૂર કરવામાં આવશે, આ સિવાય આ માર્ગમાં અડચણરૂપ નગરપાલિકાને પાણીની પાઇપલાઇન, ઈરીગેશન લાઈનને શિફ્ટિંગ કરવામાં આવશે, સાથે જ આ માર્ગ ઉપર કાચા અને અસ્થાયી દબાણ પણ કાયમી ધોરણે દૂર કરવામાં આવશે. 

*રસ્તો પહોળો કરવાની કામગીરીમાં સંખ્યાબંધ લીલાછમ વૃક્ષોનો ભોગ લેવાશે.*

નોંધનીય બાબત છે કે આ રસ્તો પહોળો કરવાની કામગીરીમાં 6 કિમીના માર્ગ પર , 2000 કરતાં વધુ લીલાછમ વૃક્ષો, પર્યાવરણનું જતન કરી રહ્યા છે. લોકોને ઠંડક અને તાપમાનમાં ઘટાડો કરી રહ્યા છે. આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવશે. કાપી નાખવામાં આવશે. એક તરફ લોકોની સુવિધા માટે રસ્તો પહોળો કરવો એ પણ અનિવાર્ય છે પરંતુ લીલાછમ વૃક્ષોના નિકંદનના માઠા સમાચારથી પ્રકૃતિ પ્રેમીઓમાં નિરાશાની લાગણી જન્મી છે. પ્રકૃતિ પ્રેમીઓ માન કરી રહ્યા છે કે પર્યાવરણના જતન માટે આટલા લીલાછમ વૃક્ષોનું કાપી નાખું તેના કરતાં ટેકનોલોજી નો ઉપયોગ કરી આમને ફરીથી શિફ્ટિંગ કરી શકાય એવી કોઈ પદ્ધતિ અપનાવવામાં આવે અથવા તો રસ્તો પૂરો કર્યા બાદ ફૂટપાથ ની પાસે ફરીથી લીલોતરી થાય તે માટે મોટાપાયે વૃક્ષારોપણ કરી તેમનો યોગ્ય રીતે જતન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Share This Article