રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રાજકારણમાં સૌથી મોટો લોચો,ત્રણેય પક્ષે એક જ ઉમેદવારને ટિકિટ આપી.?
દાહોદ તા. ૧૧
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે રસપ્રદ અને ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા એક એવું વિચિત્ર કિસ્સું સામે આવ્યું છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં દેવગઢ બારીયા વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર એક જ વ્યક્તિ દ્વારા ત્રણ અલગ અલગ રાજકીય પક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સાથે જ ત્રણેય રાજકીય પક્ષોના મેન્ડેડ પણ જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની ઘટનાથી સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું છે.

મળતી માહિતી અનુસાર ભરતસિંહ વાખળા દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી—ત્રણે પક્ષમાંથી દાવેદારી નોંધાવવામાં આવી છે.ખાસ વાત એ છે કે આ વિસ્તાર રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડનો વિસ્તાર માનવામાં આવે છે, અને ભરતસિંહ વાખળા અગાઉ પણ તેમના સામે વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ભાગ લઈ ચૂક્યા છે.હાલમાં એક સાથે ત્રણ પક્ષમાંથી ફોર્મ ભરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં ભરતસિંહ વાખળાનું નામ સમાવાયેલ હોવાનું જાણવા મળે છે. જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું છે. તે પ્રકારની વાતો સામે આવી છે.હવે સૌથી મહત્વની બાબત એ રહેશે કે ફોર્મ ચકાસણીના દિવસે કયા પક્ષનું મેન્ડેટ માન્ય ગણાશે અને અંતે ભરતસિંહ વાખળાની ઉમેદવારી કયા પક્ષમાંથી યથાવત રહેશે. તે રસપ્રદ બનશે પરંતુ દાહોદની રાજનીતિમાં આ અનોખી ઘટના હવે કઈ દિશામાં વળાંક લે છે, તે જોવું રહ્યું.!

પીપેરો જિલ્લા પંચાયત સીટ પર એક જ ઉમેદવારે ત્રણ પાર્ટીના ફોર્મ ભર્યા છે, સાથે 11 ફોર્મ ભરાયા છે :- નવીનકુમાર ગોમતીવાલા મામલતદાર ધાનપુર.
પીપેરો જિલ્લા પંચાયત સીટ પર ભાજપ કોંગ્રેસ અને આમાંથી પાર્ટી તરફથી એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. અને ત્રણે પાર્ટીના મેન્ડેડ પણ આપ્યા છે. ઉમેદવાર ભરત વાખલા છે. સાથે જ આ સીટ પર બે અપક્ષના ફોર્મ ભરાયા છે આ સિવાય ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ પણ ભરવામાં આવ્યા છે એટલે આ સીટ ઉપર આમ કુલ 11 ફોર્મ ભરવામાં આવ્યા છે.
*જિલ્લા પંચાયત સીટ મામલે ભાજપના જવાબદાર સત્તાધીશોનું મોન.!*
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું નામોની જાહેરાત કરી હતી. જેમાં પીપેર હોય જિલ્લા પંચાયત સીટ પર નામની જાહેરાત બાકી રાખી હતી. હવે આ સીટ પર એક જ ઉમેદવાર ત્રણ પક્ષ તરફથી દાવેદાર હોવાથી આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખનો સંપર્ક કરતા તેમનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નહોતો. તેમજ અન્ય ભાજપના લોકોને પૂછતા તેઓ આ અંગે મૌન સેવ્યુ હતું.
