બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તાલુકા જિલ્લાની બેઠકો માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો*
*તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 96 જ્યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી*
સુખસર,તા.11
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજરોજ અંતિમ દિવસ હતો.ત્યારે સુખસર તાલુકા- જિલ્લાની બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠક માટે ગતરોજ ભાજપના 27,કોંગ્રેસના 27,આપ પાર્ટીના 17, જ્યારે અપક્ષના 1 ઉમેદવારે ફોર્મ ભરેલ હતું.આમ ગત રોજ કુલ 71 ફોર્મ ભરાયા હતા.જ્યારે આજરોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભાજપના 9,કોંગ્રેસના 6,આપ પાર્ટીના 3,અપક્ષના 6,ભારત આદિવાસી પાર્ટીના 1 ઉમેદવાર મળી કુલ 25 ઉમેદવારોએ આજરોજ ફોર્મ ભરતા કુલ તાલુકા પંચાયતની બેઠકો માટે 96 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપના 6,કોંગ્રેસના 7, આપ પાર્ટીના 5 મળી કુલ 18 ઉમેદવારોએ જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણી લડવા ફોર્મ ભરેલ હોવાનું જાણવા મળે છે. હવે આવતીકાલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે.જ્યારે સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય કેટલા ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તે જોવું રહ્યું. ત્યારબાદ તાલુકા-જિલ્લાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
