ઝાલોદના માછલનાળા નદીમાં નાહવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત.! ચિત્રોડીયા ગામે માછણ નદીમાં પગ લપસતા બન્યો બનાવ, પોલીસ દ્વારા તપાસ શરૂ

Editor Dahod Live
1 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

ઝાલોદના માછલનાળા નદીમાં નાહવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત.!

ચિત્રોડીયા ગામે માછણ નદીમાં પગ લપસતા બન્યો બનાવ, પોલીસ દ્વારા તપાસ શરૂ

ઝાલોદ તા.31

ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે,જેમાં નદીમાં નાહવા ગયેલા એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. જેના પગલે સ્થાનિક પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ચિત્રોડીયા ગામે આવેલ માછણ નદીમાં નાહવા ગયેલા વસૈયા સુરેશભાઈ દલુભાઈ (ઉંમર 55 વર્ષ) નો પગ અચાનક લપસતા તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article