*સુખસર તાલુકાના નૂતન વિદ્યાલય સુખસર ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો*  *તંબાકુના સેવનથી થતા વિવિધ રોગો વિશે માહિતી બાળકોને ફેશન અને વ્યસનથી દૂર રહી શિક્ષણ અને સંસ્કારી બનવા આહવાન કરાયું*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના નૂતન વિદ્યાલય સુખસર ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો* 

*તંબાકુના સેવનથી થતા વિવિધ રોગો વિશે માહિતી બાળકોને ફેશન અને વ્યસનથી દૂર રહી શિક્ષણ અને સંસ્કારી બનવા આહવાન કરાયું*

 સુખસર,તા.7

     સુખસર તાલુકાની નુતન વિદ્યાલય સુખસર ખાતે વ્યસન મુક્તિકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વ્યસન એ આ વિસ્તાર માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે.80%વાલીઓ અને ધોરણ 12 સુધી પહોંચતા 70% બાળકો એક યા બીજી રીતે વ્યસની બની જતા હોય છે.આ વ્યસન બાળકો પોતાના મિત્રો સાથે મોજ શોખ ખાતર ટેવ પાડતા હોય છે.પરંતુ ધીરે ધીરે આ ટેવ માણસને પાડી દે છે. અને ફરી બેઠો થવા દેતું નથી . વ્યસનની ખૂબ જ ચિંતા કરતા રાત દિવસ ફળિયે ફળિયે,ગામડે- ગામડે,શાળાઓમાં ,કોલેજોમા મીટીંગોમાં ભજન અને સત્સંગમાં ફરીને લોકોને વ્યસન મુક્તિ કરાવતા શંકરભાઈ કટારા ઉપસ્થિત રહીને વ્યસન એટલે શું?વ્યસન કેવી રીતે આવે છે?વ્યસન કેવી રીતે છોડી શકાય છે?વ્યસનથી થતુ શારીરિક નુકસાન,આર્થિક નુકસાન અને માનસિક નુકસાન વિશે વિવિધ દ્રષ્ટાંતો,ઉદાહરણો અને પત્રિકા તથા બુક આપીને રમુજી ભાષામાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે એ પણ જણાવ્યું હતું કે, તમાકુના ખેતરને વાડ હોતી નથી. તમાકુને ગધેડો,ભૂંડ,કુતરા બિલાડા કોઈ ખાતું નથી.પરંતુ પોતાની જાતને મહાન અને બુદ્ધિશાળી ગણતો માણસ ખાય છે.અને બાળકોને અંદરથી જગાડીને વ્યસન મુક્ત થવા માટે મજબૂર કર્યા હતા.શારીરિક નુકસાનમાં કેન્સર જેવી ભયંકર જીવલેણ બીમારી થાય છે.જેમાં ગળાનું,મોઢાનું,હોઠનું,નાકનું જેવા 100 પ્રકારના કેન્સર થાય છે.આર્થિક નુકસાનમાં દિવસના 10 રૂપિયા ખર્ચ કરવામાં આવે તો 30 વર્ષમાં 15 લાખ 30 હજાર 900 રૂપિયા વ્યસનની પાછળ ખર્ચાય છે.એક પરિવારમાંથી રોજના રૂપિયા100 વ્યસન પાછળ ખર્ચ થાય છે.તો 30 વર્ષમાં 1 કરોડ 53 લાખ અને 9000 હજાર વ્યસન પાછળ ખર્ચ થતા હોવાનું જણાવ્યું હતું.જેવી ઉપયોગી બાબતોની ખૂબ સારી રીતે માહિતી આપી દરેક બાળકને ફેશન અને વ્યસનથી દૂર રહી શિક્ષણ અને સંસ્કારી બનવા માટે ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેનો શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

Share This Article