Thursday, 21/11/2024
Dark Mode

ઝાલોદ:અનાસ નદીના વહેણમાં તણાઈ જીવ ગુમાવનારા 6 વ્યક્તિઓના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય.ચૂકવાઈ:સાંસદના હસ્તે મૃતકના પરિજનોને ચેક અર્પણ કરાયાં

ઝાલોદ:અનાસ નદીના વહેણમાં તણાઈ જીવ ગુમાવનારા 6 વ્યક્તિઓના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય.ચૂકવાઈ:સાંસદના હસ્તે મૃતકના પરિજનોને ચેક અર્પણ કરાયાં

 હિરેન પંચાલ :- ઝાલોદ 

અનાસ નદીમાં સ્વજનના ફુલ પધરાવવા ગયેલા અને જીવ ગુમાવનારા ૬ ને સરકાર દ્વારા સહાય આપવામાં આવી,સહાયના ચેક સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા વિતરણ કરવામાં આવ્યા

ઝાલોદ તા.01

  1. ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામના 4 તેમજ અન્ય ગામના 2 મળી કુલ 6 વ્યક્તિઓ  સ્વજનની ફૂલ પધરાવવાની વિધિમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલ અનાસ નદીમાં ગયેલા કુલ ૬ જેટલા વ્યક્તિઓ, નદીમાં અચાનક આવેલા પુરમાં તણાયા હતા. ત્યાર બાદ એક પછી એક એમ કુલ પાંચ જેટલા વ્યક્તિઓના મૃતદેહ મળી આવેલ હતા.જ્યારે એકનો મૃતદેહ હજી પણ લાપતા છે.

ઝાલોદ:અનાસ નદીના વહેણમાં તણાઈ જીવ ગુમાવનારા 6 વ્યક્તિઓના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય.ચૂકવાઈ:સાંસદના હસ્તે મૃતકના પરિજનોને ચેક અર્પણ કરાયાં

આ તમામને સરકાર દ્વારા હાલ ૪ લાખ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી. જેના ચેક આજ મંગળવાર ના રોજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા અસરગ્રસ્તો ના પરિવાર જનો ને વિતરણ કરવામાં આવ્યા હતા.તો આ તમામ ને ખેડૂત વીમા ના ૨ લાખ જેટલી સહાય પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત ઉપસ્થિત મહાનુભવો એ દુઃખ વ્યક્ત કરી પરિવારજનો ને સાંત્વના દાખવી હતી.

error: Content is protected !!