દાહોદના છાપરીના ત્રણ ઈસમોએ રાજસ્થાનના યુવકનું અપહરણ કરી ખંડણી માંગતા ચકચાર…
રાજસ્થાનના ફલોદીના યુવક સાથે બર્બરતા, ખંડણી માંગનાર અપહરણકર્તાઓ જેલભેગા કરાયા..
રાજેશ વસાવે દાહોદ
દાહોદ તા.૦૨
દાહોદ તાલુકાના છાપરી ગામે ત્રણ ઈસમોએ એક વ્યક્તિનું અપહરણ કરી વ્યક્તિને ગોંધી રાખી માર મારી ખંડણી માંગવાનો પ્રયાસ કરતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
પીડિત રાજસ્થાની યુવક શ્યામલાલ
રાજસ્થાન રાજ્યમાં જોધપુર જિલ્લામાં ફલોદી તાલુકામાં ડુંગળી થાના ચાકુ પોસ્ટ ચાડી ગામે રહેતા 30 વર્ષિય યુવક શ્યામલાલ ઉમેદારામ રાવનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ સકરભાઈ કૈલાશભાઈ સાસી (રહે.દ્રષ્ટિ નેત્રાલય પાસે, તા.જી. દાહોદ), કૃણાલ રવિભાઈ સાસી (રહે.છાપરી ભુરીયા ફળિયુ, તા.જી. દાહોદ) અને તૌસીફભાઈ સફીભાઈ અન્સારી (રહે. ઉકરડી રોડ, ડાયમંડ એપાર્ટમેન્ટની સામે તા.જી. દાહોદ) નાઓએ શ્યામલાલનું અપહરણ કરી ગેરકાયદેસર અટકાયત કરી હતી અને બેફામ ગાળો બોલી, મારી નાખવાની ધમકીઓ આપી કમર પટ્ટાથી માર માર્યો હતો અને અવાવરું જગ્યાએ શ્યામલાલને ગોંધી રાખવામાં આવ્યા હતા. તેમજ રૂપિયાની માંગણી કરી હતી. શ્યામલાલ જેમતેમ કરી ઉપરોક્ત ત્રણેય ઈસમોની ચંગુલમાંથી છૂટી પોતાના પરિવારજનો પાસે આવ્યા હતા અને પોતાની ઉપર વિતેલ આપવીતી પોતાના પરિવારજનોને જણાવતા પરિવારજનોના પગ તલેથી જમીન સરકી ગઈ હતી. આ સંબંધે અપહરણનો ભોગ બનેલ શ્યામલાલ ઉમેદારામ રાવ દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Contents
- દાહોદના છાપરીના ત્રણ ઈસમોએ રાજસ્થાનના યુવકનું અપહરણ કરી ખંડણી માંગતા ચકચાર…
- રાજસ્થાનના ફલોદીના યુવક સાથે બર્બરતા, ખંડણી માંગનાર અપહરણકર્તાઓ જેલભેગા કરાયા..
- રાજેશ વસાવે દાહોદ
- દાહોદ તા.૦૨
- દાહોદ તાલુકાના છાપરી ગામે ત્રણ ઈસમોએ એક વ્યક્તિનું અપહરણ કરી વ્યક્તિને ગોંધી રાખી માર મારી ખંડણી માંગવાનો પ્રયાસ કરતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
- પીડિત રાજસ્થાની યુવક શ્યામલાલ

