રાજેશ વસાવે :- દાહોદ
ઇન્દોર-દાહોદ રેલ લાઈન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બંને શહેરો વચ્ચે ૮૮ કિમીનું અંતર ઘટશે,.
ટીહી ટનલ:આ મહિને ૨.૯૫ કિમીના વિભાગમાંથી ૧.૮૭ કિમી ભાગમાં બૈલેસ્ટલેસ ટ્રેક નાખવાનું કામ શરૂ થશે..
૧ કલાક અને ૨૫ મિનિટનો સમય બચશે:ટ્રેનોની ઝડપ ૮૦ થી ૩૨૦ કિમી પ્રતિ કલાકની હશે
દાહોદ તા.03

રેલ્વેએ ઇન્દોર-દાહોદ રેલ પ્રોજેક્ટના સૌથી પડકારજનક ભાગ મધ્યપ્રદેશના ધાર નજીક ટિહી આગળ બનાવવામાં આવી રહેલી 2.95 કિમી ટનલમાંથી 1.87 કિમી (લગભગ 63%) પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.જે બાદ હવે ટ્રેક નાખવાનું કામ આ મહિને શરૂ થશે. જેના પગલે હવે રરેલ્વે ટનલની અંદર આધુનિક બેલેસ્ટલેસ ટ્રેક નાખશે. આ સંબંધે અધિકારીઓનું કહેવું છે કે ટનલ ફેબ્રુઆરી 2026 સુધીમાં પૂર્ણ થશે. પૂર્ણ થયા પછી, ઇન્દોર અને દાહોદ વચ્ચેનું અંતર 289 કિમીથી ઘટીને 201 કિમી થઈ જશે. હાલમાં 4 કલાક અને 25 મિનિટ લેતી આ મુસાફરીમાં હવે લગભગ 3 કલાકનો સમય લાગશે.આ પ્રોજેક્ટરની ખાસ વાત એ છે કે આમ તો આ રેલ્વે લાઈન 1989 એટલે કે રેલમંત્રી માધવસિંહ સિંધિયા વખતે મંજૂર કરવામાં આવી હતી. પરંતુ આને જમીન પર આવતા ઘણો સમય લાગ્યો હતો અને 2008માં વિધિવત રીતે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટની ગતિ ખૂબ જ ધીમી હોવાના કારણે હવે આ પ્રોજેક્ટની લાગત 1680 કરોડ સુધી પહોંચી ગઈ છે. ઇન્દોર દાહોદ રેલ ફરી યોજના અંતર્ગત 209.97 કિ.મીની રેલ્વે લાઈન નાખવાની છે.

*ટીહી ટનલ સાથે જોડાયેલી કેટલીક બાબતો રસપ્રદ છે.*
મહત્વપૂર્ણ છે કે આ રેલ પ્રોજેક્ટમાં ટીહી ખાતે નિર્માનાધીન ટનલ એકમાત્ર 2.95 કિમી લાંબી ટનલ નાખવામાં આવી છે. આ ટનલ ને બનાવવા માટે 1000 થી વધુ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં 1.75 લાખ ક્યુબેક વેસ્ટ મટીરીયલ બહાર કાઢવામાં આવ્યું છે. આ ટનલમાં ઘણા સમયથી કામ ચાલી રહ્યો હતો. હવે અહીંયા બેલેસ્ટલેસ ટ્રેક પાથરવામાં આવશે જે આ ટ્રેકને વધુ મજબૂતાઈ પ્રદાન કરશે.
*ઇન્દોર દાહોદ રેલવે પ્રોજેક્ટમાં અત્યાર સુધી આ ભાગમાં કામ થયું છે.*
209 કિ.મીના આ રેલ પ્રોજેક્ટમાં દાહોદથી કતવારા વચ્ચે 16 કિમી નું કામ પૂર્ણ થઈ જવા પામ્યું છે. જેના પર ડીઝલ એન્જિન દ્વારા ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે. અત્યારે બીજી તરફ ઇંદોર થી ટીહી વચ્ચે 21 કિમીની રેલ્વે લાઈનનું પણ કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે કતવારાથી ઝાબુઆ વચ્ચે કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉપરોક્ત સેક્સનમાં કેટલીક જગ્યાએ મેજર અને નાના મોટા પૂલ પણ બનાવી દેવામાં આવ્યા છે. સાથે જ રેલ્વે ટ્રેક પાથરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ તરફ ઝાબુઆ, ધાર, સરદારપુર,પીથમપુર રેલ્વે સ્ટેશનનું કામ પણ ચાલી રહ્યું છે. સાથે જ મોટાભાગના હિસ્સામાં રેલવે ટ્રેક પાથરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઇન્દોર રાઉ,ટીહિ,પીથમપુર, ગુણાવદ, સાંગોર, ધાર, વિગેરે સ્ટેશનનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ગુણાવદ થી ધાર વચ્ચે રેલ્વે દ્વારા ભૂમિ ભૂમિ અધિગ્રહણ કરી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.