દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ વિધાનસભામાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિત્તે આવેલ જનજાતિય ગૌરવ યાત્રાનુ ભવ્યાતિભવ્ય સ્વાગત ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયા દ્વારા કરવામાં આવ્યું
દાહોદ તા. 10
ઝાલોદ નગરના ભીલ રાજા વસૈયા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિત્તે આવેલ જનજાતિય ગૌરવ યાત્રાનુ ભવ્યાતિભવ્ય સ્વાગત 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના નેતૃત્વ હેઠળ ભાજપ સંકલનના તમામ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનું સ્વાગત વરોડ તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં પણ ફટાકડા તેમજ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કરાયું હતું.
ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ ગૌરવ યાત્રામાં પધારેલ તમામ લોકોએ ગોવિંદ ગુરુ સમાધિ ધામ ખાતે પહોંચી ત્યાં પૂજા અર્ચન કરી ગોવિંદ ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. ગોવિંદ ગુરુ સમાધિ ધામ ખાતે જનજાતિય ગૌરવ યાત્રા નિમિત્તે ભવ્ય સભા યોજાઈ હતી. આ સભામાં ઉપસ્થિત દરેક મહેમાનોએ દિપ પ્રાગટય કરી પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો હતો. આવેલ મહેમાનોનુ સ્વાગત તીર કામઠા, પાઘડી પહેરાવી, પુષ્પ આપી સ્વાગત કરાયું હતું.
ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશે સુંદર માહિતી આપી હતી. આદિવાસી સમાજ માંથી આવતા ભગવાન બિરસા મુંડાના બલિદાન અને રાષ્ટ્ર નિર્માણમા આદિજાતિ સમાજના યોગદાન વિશે માહિતી આપી હતી. આદિવાસી સમાજના ગૌરવની ગાથા સાથે આવેલ યાત્રા લોકમાં જાગૃતિ ફેલાવવાનુ કામ કરી રહેલ છે. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ઉત્થાન માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. બિરસા મુંડા જળ, જંગલ, જમીન માટે લડતા રહ્યા અને તે સમયે નારો આપ્યો હતો કે જય જોહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ભાજપ સરકારના કામગીરી થી થયેલ વિકાસ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. છેલ્લે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રમાણપત્ર તેમજ ચેક અર્પણ પણ લાભાર્થીઓને આપવામાં આવેલ હતા અને વૃક્ષારોપણ પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
આજની ગૌરવ યાત્રામાં મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ ભૂરીયા ,લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા,પ્રયોજના અધિકારી દેવેન્દ્ર મીણા, પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી કે.એચ.ગઢવી, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, ગોવિંદ ગુરુ મામલતદાર બિપીનભાઈ ડીંડોર, યાત્રા પ્રભારી ,દાહોદ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા કાઉન્સિલરો, સરપંચો,ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.