Tuesday, 25/11/2025
Dark Mode

મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ* *તા. ૨૮ ઓક્ટોબરી, ૨૦૨૫થી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ જાહેર*

November 2, 2025
        2701
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ*  *તા. ૨૮ ઓક્ટોબરી, ૨૦૨૫થી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ જાહેર*

રાજેશ વસાવે :- દાહોદ 

*મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ*

*તા. ૨૮ ઓક્ટોબરી, ૨૦૨૫થી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ જાહેર*

*દાહોદ જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે : ૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાતની તારીખ*

દાહોદ તા. ૨મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ* *તા. ૨૮ ઓક્ટોબરી, ૨૦૨૫થી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ જાહેર*

દાહોદ જિલ્લામાં તારીખ ૨૮ ઓકટોબરથી તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ (SIR-૨૦૨૬) ચૂંટણી પંચ દ્વારા જહેર કરવામાં આવ્યો છે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત થયેલ છે.

જે મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની સમય સૂચી આ પ્રમાણે છે.

– તા.૨૮/૧૦/૨૦૨૫(મંગળવાર)થી તા.૦૩/૧૧/૨૦૨૫ (સોમવાર) સુધી તૈયારી/છાપકામ/તાલીમની કામગીરી,

– તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી તા.૦૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી ગણતરીનો સમયગાળો,

– તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)ના રોજ ડ્રાફ્ટ મતદારયાદીની પ્રસિદ્ધિ,

– તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી તા.૦૮/૦૧/૨૦૨૬ (ગુરુવાર) સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.

– તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી ૩૧/૦૧/૨૦૨૬ (શનિવાર) સુધીમાં નોટિસ તબક્કો (સુનાવણી અને ચકાસણી) તેમજ

– તા. ૦૭/૦૨/૨૦૨૬ (શનિવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

– દાહોદ જિલ્લાના બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે. એ સાથે સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો, બિમાર, દિવ્યાગ અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ પડે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!